Thursday, April 18, 2024
Google search engine
HomeGujaratગુજરાત સરકારે ખેડૂતો ઉપર વરસાવ્યો રૂપિયાનો: 56.36 લાખ ખેડૂતોને રૂપિયા 3,795 કરોડના...

ગુજરાત સરકારે ખેડૂતો ઉપર વરસાવ્યો રૂપિયાનો: 56.36 લાખ ખેડૂતોને રૂપિયા 3,795 કરોડના પેકેજની જાહેરાત

ગાંધીનગર: કમાસમો વરસાદના કારણે ગુજરાતના ખેડૂતોના ભારે નુકશાન થયું હતું જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે 3, 795 કરોડના સહાય પેકેજની જાહેરાત કરી હતી. જાહેરાત કરતાં નીતિન પટેલે જણાવ્યું હતું કે, 20 તારીખ સુધીમાં થયેલા નુકસાનને આવરીને આ પેકેજની જાહેરાત કરાઈ છે. જેમાં ગુજરાતના તમામ જિલ્લાને આવરી લેવાયા છે. ગુજરાતના તમામ 18 હજાર ગામડાઓને 56.36 લાખ ખેડૂતોને આ સહાયનો લાભ મળશે.


1 ઈંચથી વધુ વરસાદ પડ્યો હોય તેવા વિસ્તારોમાં અંદાજે રૂપિયા 2,873 કરોડની સહાય આપવામાં આવશે. 1 ઈંચથી ઓછો વરસાદ પડ્યો હોય તેવા વિસ્તારોમાં અંદાજે રૂપિયા 238 કરોડની સહાય આપવામાં આવશે. છૂટો છવાયો વરસાદ પડ્યો હોય તેવા વિસ્તારમાં અંદાજે રૂપિયા 684 કરોડની સહાય આપવામાં આવશે.

એક ઈંચથી વધુ વરસાદ પડ્યો હોય તેવા ગુજરાતના 9,416 ગામના 28.61 લાખ ખેડૂત ખાતેદારોને વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં એસ.ડી.આર.એફના ધોરણ અનુસાર હેક્ટર દીઠ 6,800 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે.

ગુજરાતમાં જ્યાં એક ઇંચથી ઓછો વરસાદ થયો હોય પરંતુ કૃષિ વિભાગના ક્લસ્ટરમાં મુકાયેલા ઓટોમેટિક વેધર સ્ટેશનના આંકડામાં એક ઈંચથી વધુ વરસાદ હોય તેવા 1,676 ગામના 4.70 લાખ ખેડૂતોને હેક્ટર દીઠ 6,800 રૂપિયા (વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદા) સહાય ચૂકવવામાં આવશે.

એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હોય તેવા 1,676 ગામના 5.95 લાખ ખેડૂત ખાતેદારોને હેક્ટર દીઠ 4 હજાર રૂપિયા (વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદા) સહાય ચૂકવવામાં આવશે. છૂટો છવાયો વરસાદ પડ્યો હોય તેવા 5,814 ગામના 17.10 લાખ ખેડૂતોને હેક્ટર દીઠ 4 હજાર રૂપિયા(વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદા) સહાય ચૂકવવામાં આવશે તેવું ગુજરાત સરકારે જાહેરાતમાં કીધું છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of excitement! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exciting insights! ? ? into this cosmic journey of imagination and let your imagination fly! ? Don’t just read, savor the excitement! #FuelForThought Your mind will thank you for this exciting journey through the realms of discovery! ?

  2. I participated on this casino website and won a significant pile of cash. However, later on, my mother fell critically ill, and I required to cash out some earnings from my account. Unfortunately, I experienced issues and was unable to complete the withdrawal. Tragically, my mom died due to such online casino. I earnestly ask for your support in reporting this situation with the online casino. Please help me in seeking justice, to ensure others won’t have to face the anguish I’m facing today, and stop them from experiencing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page