Saturday, April 13, 2024
Google search engine
HomeGujaratગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમોની CM વિજય રૂપાણીએ કરી જાહેરાત

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમોની CM વિજય રૂપાણીએ કરી જાહેરાત

અમદાવાદ: સંસદના બંને ગૃહમાં ‘મોટર વ્હીકલ બિલ’ પસાર થયા બાદ આજે ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં કેટલાંક સુધારા સાથે આ બિલનો અમલ કરવાની જાહેરાત કરી હતી. ગુજરાતમાં આગામી 16મી સપ્ટેમ્બરથી આ બિલનો કડક અમલ કરવામાં આવશે. આ પહેલા ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમો પણ ચલાવવામાં આવશે.

સીએમ વિજય રૂપાણીના જણાવ્યા પ્રમાણે, ટુ-વ્હીલર તેમજ ખેતીમાં ઉપયોગમાં લેવાતા વાહનો દંડની રકમમાં માનવીય અભિગમ અપનાવીને થોડા સુધારા કરવામાં આવ્યા છે. જાણો ક્યા ગુના માટે તમારે કેટલો દંડ ભરવો પડશો.

– લાઇસન્સ, વીમો, PUC, RC બુક સાથે ન હોવી : પ્રથમ વખત રૂ. 500, બીજી વખત 1000
– અડચણરૂપ પાર્કિંગ : પ્રથમ વખત રૂ. 500, બીજી વખત 1000
– કાર પર ડાર્ક ફિલ્મ : પ્રથમ વખત રૂ. 500, બીજી વખત રૂ. 1000
– ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવી : પ્રથમ વખત રૂ. 500, બીજી વખત રૂ. 1000
– હેલ્મેટ : હેલ્મેટ ન પહેરવા બદલ રૂ. 500 દંડ ભરવો પડશે. (પાછળ બેસનાર વ્યક્તિએ હેલ્મેટ ન પહેર્યું હોય તો એક જ ગુનો ગણાશે.)
– ત્રણ સવારી : રૂ. 100
– ભયજનક રીતે વાહન ચલાવવું : રૂ. 1500, થ્રી વ્હીલર, રૂ. 3000, મોટા વાહનો રૂ. 5000
– ડ્રાઇવિંગ લાઇસન્સ વગર વાહન ચલાવવું : રૂ. 2000 (ટુ-વ્હીલર માટે, રૂ. 3 હજાર ટુ-વ્હીલરથી ઉપરના વાહનો)
– ઓવર સ્પિડ : ટુ અને થ્રી વ્હીલર માટે રૂ. 1500, ટ્રેક્ટર માટે રૂ. 1500, એલએમવી રૂ. 2000, અન્ય વાહન રૂ. 4000.
– ઇલેક્ટ્રિક ફોર્મમાં દસ્તાવેજ રજૂ કરવામાં આવશે તો માન્ય ગણાશે. આ ઉપરાંત દસ્તાવેજ ન હોય તો 15 દિવસમાં દસ્તાવેજ રજૂ કરી શકાશે.
– સીટ બેલ્ટ ન બાંધવો : રૂ. 500 દંડ લાગશે. (માત્ર ફ્રન્ટ સીટ અને ડ્રાઇવર સીટ પૂરતું.)
– ફિટનેશ વગર વાહન ચલાવવું : ટૂ-વ્હિલર્સ માટે રૂ. 500, ફોર વ્હીલર્સ માટે રૂ. 5000

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the universe of excitement! ? The captivating content here is a captivating for the mind, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of inspiring insights! #MindBlown Embark into this exciting adventure of imagination and let your mind roam! ? Don’t just explore, savor the excitement! #BeyondTheOrdinary ? will thank you for this exciting journey through the dimensions of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page