ગુજરાત લોકસભાની ચૂંટણીના પરિણામો મોડી રાતે જાહેર થશે, ચૂંટણી પંચે બીજો શું કર્યો મોટો ધડાકો
ગાંધીનગર: ગુજરાત લોકસભાની બેઠકો પર મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને EVMની સુરક્ષા સુનિશ્ચિત કરી હોવાનો ચૂંટણી પંચે દાવો કર્યો છે. ગુજરાતની 26 લોકસભા બેઠક પર તૈયારી પૂર્ણ કરી દેવાઈ છે. વિધાનસભા દીઠ 5 VVPATની ગણતરી કરવામાં આવશે.
ચૂંટણી પંચના કહ્યું પ્રમાણે, ગુરૂવારે મતગણતરીમાં મોડું થાય તેવી સંભાવના છે અને ગુજરાતની લોકસભા બેઠકોનું પરિણામ 4 કલાક જેટલું મોડું જાહેર થાય તેવી શક્યતાઓ છે. મિસમેચમાં VVPATના મત આખરી ગણવામાં આવશે. મતગણતરી હોલ અને સ્ટોરરૂમની બહાર CCTV લગાવવામાં આવ્યા છે જેથી મતગણતરીનું કોઈપણ જાતનું વેબકાસ્ટિંગ નહીં થાય તેવું ચૂંટણી પંચે જણાવ્યું હતું.
ગુજરાતના મુખ્ય ચૂંટણી એસ. મુરલીક્રિષ્ણાએ જણાવ્યું હતું કે, દરેક વિધાનસભા દીઠ પાંચ વીવીપેટની ગણતરી કરવાની હોવાથી પરિણામ ત્રણથી ચાર કલાક મોડું જાહેર થશે. વીવીપેટ અને ઈવીએમના મતોમાં જો કોઈ તફાવત આવશે તો વીવીપેટના મતોને આખરી ગણવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ દ્વારા પ્રજાજનો માટે વેબસાઈટ પર રિયલ ટાઈમ પરિણામો જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચની ખાસ મોબાઈલ એપ પરથી રિયલ ટાઇમ પરિણામો જાણી શકાશે.
રાજ્યના મુખ્ય ચૂંટણી એસ. મુરલીક્રિષ્ણાએ જણાવ્યું હતું કે, EVM-VVPATની ગણતરીને મેચ કરવાની હોવાથી આ પરિણામ 23મીમે મોડી રાત્રે અથવા તો 24મીએ સવારે જાહેર થઈ શકે છે.