|

છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, વલસાડમાં 9 ઈંચ વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી

સુરત: દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વલસાડ, ઉમરપાડા, દમણ, સેલવાસ, નવસારી, સુરત સહિતના વિસ્તારોમાં બારે મેધ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ છે. ધોધમાર વરસાદને કારણે નીચાણવાણા વિસ્તારો પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત હાઈવે પર પણ વરસાદનું પાણી ભરી વળ્યું હતું.

છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વલસાડમાં ખાબક્યો હતો. વલસાડમાં 9 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેના કારણો વલસાડમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત કપરાડામાં 8.6 ઈંચ, વાપીમાં 8 ઈંચ, ધરમપુરમાં 8 ઈંચ, પારડીમાં 5.70 ઈંચ અને ઉમરગામમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકાઓમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. જ્યારે નદી-નાળાઓ છલકાઈ ગયા છે. ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. 9 ઈંચ વરસાદને કારણે નેશનલ હાઈવે પર પાણી ભરી વળ્યાં છે.

છોટાઉદેપુર જિલ્લામાં 24 કલાક દરમિયાન બોડેલીમાં સાડા ચાર ઇંચ, છોટાઉદેપુરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. પાવી જેતપુરના કલારાણી ગામે માલવણ ફળિયામાં ૫૦ વર્ષીય મહિલા કનુડીબેન પ્રતાપભાઇ નાયકા અને તેમની પૌત્રી એક કોઝવે પરથી પસાર થતી હતા ત્યારે ઘૂઘવાતા પાણીમાં તણાયા હતા.

બંગાળના ઉપસાગરનું વહન ફંટાઇ જવાથી હાલમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાંક ભાગોમાં ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે. વાવણી લાયક વરસાદથી હજુ પણ ગુજરાતનાં ઘણાં ભાગો વંચિત છે. અષાઢી પાંચમે સમી સાંજની ઈશાની વીજળી થાય તો સારો વરસાદ પડે.

ભૌગોલિક બાબતો તેમજ ગ્રહો અને અન્ય આધારે જોતા 7થી 9 જુલાઈમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રનાં દરિયા કિનારે વરસાદની સંભાવના રહેશે. 10થી 12 જુલાઈમાં રાજ્યનાં જુદા-જુદા ભાગોમાં વરસાદની સંભાવના રહેશે. 15થી 22 જુલાઈમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા હોવાનું હવામાન જ્યોતિષી અંબાલાલ પટેલે જણાવ્યું હતું.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.