Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratગુજરાતના વિદ્યાર્થીઓએ શરમ નેવે મૂકી, ઓપરેશન ગંગા'ની મજાક ઉડાવી, વાંચીને જ ગુસ્સો...

ગુજરાતના વિદ્યાર્થીઓએ શરમ નેવે મૂકી, ઓપરેશન ગંગા’ની મજાક ઉડાવી, વાંચીને જ ગુસ્સો આવશે

યુક્રેન પર રશિયાએ હુમલો કરી દીધો છે. યુક્રેનમાં સ્થિતિ ખૂબ જ ખતરનાક બની ગઈ છે. યુક્રેનમાં ભણતા ગુજરાત સહિત ભારતના હજારો સ્ટુડન્ટ ફસાઈ ગયા છે. તેમના વાલીઓ રડી રડીને બેહાલ થઈ ગયા છે. લોકોના જીવ પડીકે બંધાયા છે. આ તરફ ભારત સરકારે આપણા નાગરિકોને વતન પહોંચાડવા માટે ‘ઓપરેશન ગંગા’ ચાલુ કર્યું છે. અત્યાર સુધી 709 વિદ્યાર્થીઓ પરત ફર્યાં છે. વતન પાછા આવેલા સ્ટુડન્ટ ભારત સરકારના વખાણ કરી રહ્યા છે, ત્યારે એક ખૂબ જ શરમજનક વીડિયો વાઈરલ થયો છે. જેમાં અમુક સ્ટુડન્ટે ‘ઓપરેશન ગંગા’ની મજાક ઉડાવવામાં આવી હતી.

સોશ્યલ મીડિયામાં હાલ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં અમુક યુવાનો મજાક ઉડાવતા જોવા મળી રહ્યા છે. યુવાનો કેમેરા સામે જોઈને મજાકના અંદાજમાં બોલી રહ્યા છે કે ”અમે પોલેન્ડ જઈ રહ્યા છીએ, અમને બચાવી લો…..બચાવી લો.” વીડિયોને અંતે એક યુવતી હસતાં હસતાં બોલે છે-”ડોન્ટ પેનિક ડોન્ટ પેનિક.”

યુદ્ધ જેવી ગંભીર સ્થિતિમાં પણ સ્ટુડન્ટે ફની વીડિયો બનાવી પોતાની બેશરમીના દર્શન કરાવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ આ સ્ટુડન્ટ ગુજરાતના મહેસાણાના વતની છે. આ અંગે મીડિયા સાથે વાતચીત કરતાં સ્ટુડન્ટના વાલીઓએ કહ્યું હતું કે સરકાર તરફથી મદદ મળતા અને ઉત્સાહમાં આવી જઈને વિદ્યાર્થીઓ આવું બોલી ગયા છે.

દિલ્હી બીજેપીના આઈટી હેડ પુનીલ અગ્રવાલે આ વીડિયો પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. જેના કેપ્શનમાં તેમણે કટાક્ષ કરતાં લખ્યું છે- ”આ બેશરમ લોકોને સુરક્ષિત પાછા લાવવા માટે ભારત સરકાર દિવસ-રાત એક કરી રહી છે.”

બીજી તરફ મોટાભાગના સ્ટુડન્ટે વતન પાછા લાવવા માટે ભારત સરકારનો આભાર માન્યો હતો. સ્ટુડન્ટે જણાવ્યું હતું કે અમને અમારા દેશ અને ભારત સરકાર પર ગર્વ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page