Friday, April 12, 2024
Google search engine
HomeGujarat20 વર્ષ પહેલા આ ગામડું હતું જંગલ, આજે છે ફોરેનને ટક્કર મારે...

20 વર્ષ પહેલા આ ગામડું હતું જંગલ, આજે છે ફોરેનને ટક્કર મારે એવી ફેસિલિટી

એશિયાની નંબર વન ગણાતી સુગર ફેક્ટરી અને સહકારી મંડળી જીનીંગની સ્થાપના સાથે બાબેન ગામનું નામ જાણીતું થયું હતું. અને આજે સમૃદ્ધિ અને વિકાસની હરણફાળ સ્પીડ સાથે રાજ્યમાં જાણીતું બન્યું છે. ગામમાં જ શહેર જેવી સુવિધા અને જીવન ગામડાનું જોવા મળે છે. ગામનું મુખ્ય આકર્ષણ તળાવની સુંદરતા છે. સુરત જિલ્લામાં બાબેન ગામ સમૃદ્ધિમાં જાણીતું છે. ગામના ઘણા પરિવારો વિદેશમાં વસે છે, જે ભલે વિદેશમાં રહે, પરંતુ ગામના વિકાસના કામો માટે મદદ માટે હંમેશા તૈયાર હોય છે.

સુરતથી 35 કિલોમીટર અને બારડોલીથી બે કિલોમીટરની અંતરે આવેલા બાબેન વિલેજના વિકાસની ગાથા આજે અજાણી નથી. આશરે 15000 જેટલી વસ્તી ધરાવતા આ ગામમાં મેટ્રો શહેરોની જેમ પહોંળા આરસીસી રસ્તા, પાણી, મોર્ડન સ્ટ્રીટ લાઈટ, બેંક, પોસ્ટ ઓફિસ, સીસીટીવી, ડીગ્રી એન્જીનિયરિંગ કોલેજ સહિતની સુવિધાઓ છે. 2011માં બાબેન ગ્રામ પંચાયતને રાજ્યની શ્રેષ્ઠ ગ્રામ પંચાયત જાહેર કરાતા આ ગામ લાઈમલાઈટમાં આવ્યું હતું. જો કે આ પહેલા પણ તાલુકા અને જિલ્લા કક્ષાના પુરસ્કાર મળી ચૂક્યાં હતા.

15 વર્ષ પહેલા જંગલ જેવી અવસ્થામાં રહેલા આ ગામનો વિકાસ આજે કોઈને પણ ચકિત કરી દે તેવો છે. શહેર જેવી સુવિધાઓનો વિકાસ કરી ચૂકેલા આ ગામમાં હાલ ફાલ્ગુનીબેન પટેલ સરપંચ તરીકે કાર્યરત છે. હવે તેઓ ગામને કેસલેશ બનાવવા તરફ આગળ વધી રહ્યાં છે. આ જંગલને સ્માર્ટ સીટી બનવવામાં બહારથી આવેલા શિક્ષિત ફાલ્ગુની પટેલ અને ભાવેશ પટેલનોનો ખુબ મહત્વનો ફાળો છે.

ગામમાં બેન્કો, એટીએમની પણ સુવિધાઓ છે. સતત વૃક્ષોનું વાવેતર અને ત્યાર બાદ તેની માવજતને કારણે હરિયાળીથી ઘેરાયેલા બાબેન ગામના તળાવમાં વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલની 30 ફૂટની પ્રતિમા અને 100 ફૂટની પ્રતિમા પણ મુકવામાં આવી છે.

પોતાના શિક્ષણના આધારે ફાલ્ગુની પટેલ અને તેમના પતિએ આ ગામનો ઈતિહાસ બદલી નાખ્યો, વિશિષ્ટ વાત તે છે આ ગામની વધારે વસ્તી ખેતી, પશુ-પાલન અને સુગર ફેક્ટરીના ઉદ્યોગ અને કામ પર નિર્ભર છે. ઉપરાંત 3T એટલે કે ટ્રાઇસિકલ ,ટેમ્પો અને ટ્રેક્ટર દ્વારા 22 લોકોની ટીમ ગામની સાફ સફાઈની કરવાની સાથે ઘરે-ઘરે જઈને કચરો ભેગો કરે છે અને આ કચરામાંથી વર્મીકમ્પોસ્ટ ખાતર બનાવીને પાછા પૈસા પણ પેદા કરી જાણે છે અહીંના લોકો.

આ ગામ માત્રને માત્ર લોકભાગીદારીના બળે ઉભું થયું છે, ગામમાં ૯૫% પાકા મકાનો છે અને ગામમાં સ્વચ્છ રસ્તાઓ અને મહાનગર જેવી ગટર સુધાઓ છે. ગામમાં સૌને વિના મુલ્યે RO મીનીરલ વોટર મળે છે આ ગામની બીજી ખાસ વિશિષ્ટતા તે છે કે ગામમાં એક ભવ્ય તળાવ છે જ્યાં રાતે લાઈટીંગ અને ડાન્સીંગ શો થાય છે આ નઝારો રાતના સમયે જોવા જેવો હોય છે. અહી વિદેશીઓ પણ મુલાકાત લેવા આવે છે.

સૌથી પહેલા તો આ ગામમાં અવર-જવર કરવા માટે 12 મીટર પહોળા, ચોખ્ખા અને રેસ લગાવી શકાય એવા રસ્તા છે, રસ્તાની વચ્ચે ડિવાઈડર, આજુબાજુમાં સ્ટ્રીટ લાઈટ, પાણીના નિકાલ માટે અંડરગ્રાઉન્ડ ગટરો, પીવાના પાણી માટે RO મિનરલ વોટર એ પણ સાવ મફત અને એ સાથે ગામમાં 6-6 મોટી પાણીની ટાંકીઓ ઉભી કરીને ઘરે ઘરે પહોંચાડવામાં આવેલા પાણીના નળ કનેકશનો.

આ સાથે ગામના જુવાનિયાઓ માટે ક્લબ હાઉસ અને સ્વિમિંગ પુલ પણ સુવિધા પુરી પાડવામાં આવેલ છે. ગામમાં વસવાટ કરતા લોકોના અભ્યાસનું પણ બાબેન ગામ એ બરાબર ધ્યાન રાખ્યું છે ,6 બિલ્ડિંગોમાં પથરાયેલું કોલેજ કેમ્પસ કે જ્યાં ફાર્મસી ,પોલિટેક્નિક, MBA જેવા 8 વિષયો સાથે આધુનિક એન્જીનીયરીંગ કોલેજ પણ છે.

મજાની વાત તો એ છે કે આ ગામના 95% મકાનો પાકા છે અને માત્ર ગામને જ નહીં પણ ગામમાં જ આવેલી જુદી-જુદી હાઉસિંગ કોલોનીને પોતાના આકષેક પ્રવેશદ્વારો છે.આ સાંભળીને તો કોઈ વેલ ડેવલોપ ટાઉનશિપની યાદ આવી જાય!

બાબેન ગામમાં 10 વીઘામાં તળાવ ફેલાયેલું છે. જ્યારે ગામમાં 12 રાજ્યના લોકોનો વસવાટ કરે છે. આજે ગામમાં 5000 જેટલા ઘરો આવેલા છે અને મહત્વની વાત એ છે કે આજે પણ ગામમાં 18,000 જેટલી વસ્તી છે.

ગામની તસવીર

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page