Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratમોરબી: ધસમસતા પાણીના પ્રવાહમાંથી 2 છોકરીઓને આ પોલીસ અધિકારીએ દિલધડક રીતે બચાવ્યા

મોરબી: ધસમસતા પાણીના પ્રવાહમાંથી 2 છોકરીઓને આ પોલીસ અધિકારીએ દિલધડક રીતે બચાવ્યા

મોરબી: હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે મોરબીના ટંકારા પાસે આવેલા કલ્યાણપુર ગામે પાણીમાં ફસાયેલા લોકોને પોલીસ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. થોડા દિવસ પહેલા વડોદરા પુરમાંથી એક પોલીસ અધિકારીએ નાના બાળકને લઈને પાણીમાંથી બહાર આવી રહ્યા તેની તસવીર વાયરલ થઈ હતી ત્યારે વધુ એક પોલીસ અધિકારીની તસવીર સામે આવી છે જે હાલ ગુજરાતમાં બહુ જ વાયરલ થઈ છે.

પોલીસ તરવૈયા સાથે રેસ્ક્યૂમાં જોડાઈ અને દિલધડક ઓપરેશન કર્યુ હતું. પોલીસના જવાને ખભ્ભા પર બાળકોને લઈને પાણીના ધસમસતા વહેણમાંથી બચાવ્યા હતા. ટંકારાના કલ્યાણપુર ગામે 43 લોકો પાણીમાં ફસાયા હતા. તે સમયે ગામના લોકોને બચાવા માટે આવેલા રેસ્ક્યૂમાં પોલીસ પણ જોડાઈ ગઈ હતી. અને ગ્રામજનોને મોતના મુખમાંથી બચાવ્યા હતા.

રેસ્ક્યૂ કરતાં પોલીસનો વીડિયો વાયરલ થયો છે. કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજાએ સ્થાનિક તરવૈયાની મદદથી બન્ને બાળકોને બચાવ્યા હતાં. જિલ્લા પોલીસે અત્યંત સરાહનીય ભૂમિકા ભજવતા કલ્યાણપુર વિસ્તારમાં 43 લોકો ફસાયા હતા તેમાં જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલાના નેજા હેઠળ રેસ્ક્યૂમાં પોલીસ પણ જોતરાઈ હતી.

આ વીડિયો બાદ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજાની સરાહનીય કામગીરીની ચોમેર પ્રસંશા થઈ રહી છે. હાલ આ તસવીર અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જ્યારે અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ફેસબુકમાં આ તસવીરને પોતાના પેજ પર શેર કરી રહ્યા છે.

ટંકારા પોલીસના જવાન પુથ્વીરાજ સિંહ જાડેજા પુર અસરગ્રસ્ત વિસ્તારમાં બે બાળકીઓને ખભે લઇ પોતાની જાનની પરવા કર્યા વગર પાણી પાર કરાવવાની પ્રંશસનીય કામગીરી સાહસીક રીતે કરી ગુજરાત પોલીસના માનવીય અભિગમનો વધુ એક દ્રષ્ટાંત આપી રહ્યાં છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the universe of wonder! ? The captivating content here is a rollercoaster ride for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exciting insights! ? Embark into this cosmic journey of imagination and let your imagination soar! ? Don’t just enjoy, savor the excitement! ? ? will thank you for this thrilling joyride through the dimensions of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page