ગુજરાતની આ પોલીસ કોન્સ્ટેબલે બનાવ્યો હતો ટિકટોક વીડિયો, હવે જાણો તે શું કરે છે?

Feature Right Gujarat

અમદાવાદઃ દુનિયામાં ક્યારે કોના નસીબ ચમકી જાય અને રાતોરાત તે સ્ટાર બની જાય તેનો કોઇ અંદાજ ન લગાવી શકાય. આવું જ કંઇક થયું છે ગુજરાતની અર્પિતા ચૌધરી સાથે.

થોડા દિવસ પહેલા ગુજરાત પોલીસની મહિલા કોન્સ્ટેબલને મહિલા પોલીસ સ્ટેશનમાં ટિકટોક વીડિયો બનાવવા પર સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી પરંતુ તેને ક્યા ખબર હતી કે જે વીડિયોને કારણે તે ક્યારેક સસ્પેન્ડ થઇ હતી તે તેનું જીવન બદલી નાખશે.

ટિકટોક વીડિયો સામે આવ્યા બાદ મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ગુજરાતની એક્ટ્રેસ બની ચૂકી છે. એટલું જ નહીં અર્પિતાનો ગુજરાતી આલ્બમ ‘ટિક ટોકની દીવાની’ હાલમાં જ લોન્ચ થયો છે.

અર્પિતાના આ વીડિયો રીલિઝ થયા બાદ ત્રણ દિવસમાં અંદાજે 2 મિલિયન વ્યૂઝ મળ્યા હતા. આ આલ્બમના ગાયક જિગ્નેશ કવિરાજ છે. અને ગીતકાર મનુ રબારી છે.

આ ઉપરાંત અર્પિતાના અન્ય કેટલાક વીડિય પણ લોન્ચ થયા છે. એક ધાર્મિક વીડિયોમાં તો અર્પિતાએ ગીત પણ ગાયું છે. ‘કાચ્ચી કેરી, પાક્કી કેરી’ નામના આલ્બમમાં ધવલ બારોટ નામના અભિનેતા સાથે કામ પણ કર્યું છે.

અર્પિતાનું કહેવું છે કે તેને અનેક ફિલ્મોની ઓફર પણ આવી છે પરંતુ તે પોતાના અધિકારીઓની મંજુરીની રાહ જોઇ રહી છે.

અર્પિતા ચૌધરીએ જણાવ્યું કે સસ્પેન્ડ થયા બાદ ચાર વીડિયો આલ્બમોમાં કામ કર્યું, જેમાં ‘અરબુદા મા’ પણ સામેલ છે.

હાલ અર્પિતા કડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. અર્પિતા ચૌધરીનું કહેવું છે કે જ્યારે પણ હું તપાસ કરવા બહાર જાવ તો લોકો સેલ્ફી લેવા લાગે છે.

બોલીવૂડમાં કામ કરવાને લઇને અર્પિતાનું કહેવું છે કે અનેક પ્રસ્તાવ છે પરંતુ મારે મંજૂરી લેવી પડશે. હું અભિનય કરીશ.

ગુજરાતના મહેસાણા જિલ્લાની મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીએ પોલીસ સ્ટેશનની અંદર ફિલ્મી ગીત પર ટિકટોક વીડિયો બનાવ્યો હતો ત્યારબાદ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી.

પરંતુ અર્પિતાનો ટિકટોક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગયો. વીડિયો વાયરલ થયા બાદ અર્પિતા ચૌધરી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ ઉઠી છે.

પોલીસ અધિકારીઓએ અર્પિતા ચૌધરીને સસ્પેન્ડ કરી દીધી હતી. જેને લઇને અધિકારીઓનું કહેવું હતું કે અર્પિતા ચૌધરીએ નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.

અધિકારીઓનું કહેવું છે કે અર્પિતા ચૌધરી ડ્યુટી દરમિયાન યુનિફોર્મમાં નહોતી અને પોલીસ સ્ટેશનમાં જ વીડિયો બનાવ્યો હતો જે ખોટું છે. 2016માં આરએલડીમાં ભરતી થયેલી અર્પિતા ચૌધરીને 2018માં મહેસાણામાં પોસ્ટિંગ મળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *