ગુજરાતમાં આજે ઘણાં ગામડાંઓ એવા છે જે શહેરોને પણ ટક્કર આપે છે. આજના જમાનામાં હવે મોટા-મોટા શહેરોમાં ફેસિલીટી ના હોય એવી સુવિધા આજકાલના ગામડાંઓમાં જોવા મળી રહે છે. ત્યારે આજે અમે એવા ગામની વાત કરવાની છે જે ગુજરાતના દરેક ખુણે ફેમસ છે. આ ગામમાં ફાઈવ સ્ટાર જેવી સુવિધાઓ છે. આ ગામ સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે.
આ ફાઈવ સ્ટાર ગામનું નામ છે પુંસરી. એન્ટર થતાંની સાથે જ આ ગામમાં સુંદર રસ્તાઓ અને રસ્તાની આજુબાજુની હરિયાળી જોઈને જાણે એવું લાગે છે કે પુંસરી ગામ કોઈ બહુવિકસિત શહેર છે. 6000 હજાર જેટલી વસ્તીવાળું આ ગામ 2006 પહેલા તો બીજા ગામ જેવું જ હતું પણ 2006માં હિમાંશુભાઈ પટેલ આ ગામના સરપંચ બન્યા અને ત્યારબાદ પુંસરી ગામમાં વિકાસના શ્રી ગણેશ થયા. આ બાહોશ સરપંચે જોતજોતામાં ટેક્નોલોજી, ઈન્ફ્રાસ્ટ્રકચર અને લોકસેવા આ બધાંને જોડીને પુંસરી ગામને મોડેલ વિલેજનું આદર્શ ઉદાહરણ બનાવી દીધું.
પુંસરી ગામને વાઈફાઈ, 24 કલાક વીજળી, સારા પાકા અને ચકાચક રસ્તા, પ્રાઈવેટ સ્કૂલથી પણ ડિજીટલ સ્માર્ટ સરકારી સ્કૂલ, ફૂલી કોમ્પ્યુટરાઈઝ્ડ ગ્રામ પંચાયત અને ગામમાં ચોરીના બનાવ ના બને એટલા માટે CCTV કેમેરાની સાથે ગામની બેંક અને ગામ લોકોને અટલ એક્સપ્રેસ નામની બસ સેવા જેવી સગવડોથી અવગત કર્યા છે.
આજે ગામમાં દરેક ઘરમાં મિનરલ વોટર પાણી આપવામાં આવે છે. આ માટે ગામમાં ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દરેક ઘરને રૂપિયા 4માં 20 લીટર મિનરલ વોટર પુરું પાડવામાં આવે છે. વિતરણ વ્યવસ્થા પણ પંચાયત તરફથી જ કરવામાં આવે છે.
યુવાઓ દુનિયાથી કનેક્ટ રહી શકે એ માટે આ ગામમાં મફતમાં ઇન્ટરનેટ સુવિધા આપવામાં આવી છે. આ માટે આખા ગામમાં વાઇફાઇ લગાવવામાં આવ્યું છે. ગામના કોઈ પણ ખૂણેથી તમે ઇન્ટરનેટથી કનેક્ટ રહી શકો છો.
આ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં એસી વર્ગખંડો છે. એટલું જ નહીં સ્કૂલમાં ભણતા બાળકો માટે પુસ્તકોથી માંડીને બધી જ વ્યવસ્થા પણ ગ્રામપંચાયત દ્વારા કરવામાં આવે છે. પ્રાથમિક શાળાને પણ સીસીટીવીથી સજ્જ કરવામાં આવી છે.
ભૂતપૂર્વ વડાપ્રધાન અટલી બિહારી વાજપાયીના નામે અટલ એક્સપ્રેસ નામની બસ સેવા પણ પુંસરી ગામમાં ચાલે છે. ગામમાંથી દરરોજ ડેરી સુધી દૂધ આપવા માટે આ બસનો જ ઉપયોગ કરવામાં આવે છે.
ગામમાં કોઈનું નિધન થાય ત્યારે બળતણથી લઈને અસ્થિઓને હરિદ્વાર પહોંચાડવાની વ્યવસ્થા પણ ગ્રામ પંચાયત તરફથી કરવામાં આવે છે. એટલે દુઃખની ઘડીમાં પણ પંચાયત તમામ લોકોની પડખે ઉભી રહે છે.
આ ગામના પ્રત્યેક ફળિયામાં લાઉડ સ્પિકરો ગોઠવવામાં આવ્યા છે. જેના પર ભજનો ગીતો વગાડવા ઉપરાંત તમામ સૂચનાઓ પણ લાઉડસ્પીકરથી જ આપવામાં આવે છે. ગામમાં 110થી વધારે લાઉડસ્પીકર ગોઠવવામાં આવ્યા છે.
ગામના દરેક ઘરમાંથી કચરો લેવા માટે ડોર ટુ ડોરની વ્યવસ્થા છે. આ માટે ગ્રામ પંચાયતના ટ્રેકટરનો ઉપયોગ કરવાનાં આવે છે. અહીં સમગ્ર ગ્રામ પંચાયત કચેરી કમ્પ્યુટરાઇઝ્ડ છે.
આ સાથે સરપંચે ગામલોકોને કોઈ માહિતી આપવી હોય એ માટે ગામમાં 120 લાઉડ સ્પીકર લગાડાવ્યા છે જેમાં માહિતીની સાથે ભજન કીર્તનની જમાવટ પણ કરાવામાં આવે છે. આ સાથે જ વેકેશનમાં આજુબાજુના ગામમાં કોઈ કોર્ષ કરવા કે શીખવા ના જવું પડે એટલે ગામમાં જ skill development center ઉભા કરી દીધા જેનો ગામલોકો ભરપૂર લાભ લે છે.
હજુ અહીંથી વાત અટકતી નથી કારણકે જેના સરપંચ આવા હોય ત્યાં ગ્રામજનો પણ મહેનતુ હોવાના તો ગામની બુદ્ધિશાળી મહિલાઓ દ્વારા ગામમાં જ 109 તો ખાલી સખી મંડળો ચલાવવામાં આવે છે જેમાં મહિલાઓ દ્વારા કરવામાં આવતી નાની-નાની બચતના પૈસા જમા કરીને જરૂર પડે ત્યારે ઉધારે આપીને કોઈકનો સમય સાચવી શકાય.