‘તારક મહેતા..’ના એક્ટર પર હતું લાખોનું દેવું, ચૂકતે કરવા માટે કરવા લાગ્યો ચોરી

Feature Right Gujarat

સુરતઃ લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ કરનાર એક્ટરની સુરતની રાંદેર પોલીસે ચેન સ્નેચિંગના આક્ષેપમાં ધરપકડ કરવામાં આવી છે. એક્ટરનું નામ મિરાજ વલ્લભદાસ કાપડી છે. કહેવાય છે કે તેને જુગાર રમવાની ટેવ હતી. જુગારને કારણે મિરાજ પર લાખો રૂપિયાનું દેવું થઈ ગયું હતું. આ દેવું ચૂકતે કરવા માટે ચોરી તથા સ્નેચિંગ જેવો ગુનો કરવા લાગ્યો હતો.

પોલીસે આ રીતે પકડ્યોઃ સુરત રાંદેર પોલીસે પોતાના માણસો પાસેથી મળેલી માહિતીને આધારે મિરાજને ઝબ્બે કર્યો હતો. પોલીસ સુરતના મોરાભાગળમાં શંકાસ્પદ વાહનોની તપાસ કરતાં હતાં. આ જ સમયે તેમને એક બાઈક પર બે વ્યક્તિ જોવા મળ્યા હતા. આ બંનેને પોલીસે ઝડપી પાડ્યા હતા. બંને પાસેથી પોલીસને 3 સોનાની ચેન, 2 મોબાઈલ, સ્પેલેન્ડર બાઈક સહિત 2.54 લાખ રૂપિયાની વસ્તુઓ મળી હતી.

12 જેટલા ગુના ઉકેલાયાઃ પોલીસના મતે, મિરાજની સાથે તેનો સાથે વૈભવ પણ હતો. સટ્ટામાં પૈસા હારી જતાં બંનેએ ચોરી કરવાની શરૂ કરી હતી. આ બંને આરોપી ગ્રેજ્યુએટ છે. મિરાજે વિવિધ સિરિયલમાં કામ કર્યું છે.

આ રીતે બાઈક ને સોનાની ચેન તોડતાઃ મિરાજ તથા વૈભવ બંને સાથે મળીને બાઈકની ચોરી કરતા હતા. તેઓ ચોરી કરેલી બાઈક પર વિવિધ જગ્યાએ ફરતા. તેઓ એવા વિસ્તાર પસંદ કરતાં, જ્યાં લોકોની અવર જવર ઘણી જ ઓછી હોય. અહીંયા એકલી ચાલતી મહિલાના ગળામાં સોનાની ચેન હોય તો તેઓ દોરો તોડીને નાસી જતા.

મિરાજે 10થી વધુ સિરિયલમાં કામ કર્યું છેઃ મિરાજે ‘થપકી પ્યાર કી’, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સહિત 10-15 સીરિયલમાં કામ કર્યું છે. આટલું જ નહીં મિરાજે વિવિધ લોકોને સાઈડ રોલ આપીને તેમને ઈન્ડસ્ટ્રીમાં કામ પણ અપાવ્યું છે.

મિરાજે મિત્રને સુરત બોલાવ્યોઃ મિરાજ તથા વૈભવ જૂનાગઢમાં સાથે ભણતા હતા. વૈભવે તો વર્ષો પહેલાં અછોડા તોડવાની શરૂઆત કરી હતી. આ બાજુ મિરાજને સટ્ટામાં દેવું થઈ ગયું હતું. આ જ કારણથી તેણે ચોરી કરવાનું શરૂ કર્યું હતું. મિરાજે વૈભવને જૂનાગઢથી ખાસ સુરત ચોરી માટે બોલાવ્યો હતો.

ચોરીનુ બાઈક વાપરતા : વૈભવ તથા મિરાજ પોલીસથી બચવા માટે ચોરીનું બાઈક વાપરતા હતા. તેઓ મોટાભાગે વૃદ્ધ અને અશક્ત મહિલાઓને પોતાનો શિકાર બનાવતા હતા. જો કોઈ મહિલાના ગળામાં સોનાનો દોરો હોય તો તેઓ યુ ટર્ન લઈને પરત આવતા અને દોરો ખેંચી લેતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *