Tuesday, April 16, 2024
Google search engine
HomeFeature Rightગુજરાતના ગામડામાં કરતો શિક્ષકની નોકરી, આજે કરોડોનો બિઝનેસ કર્યો છે ઊભો

ગુજરાતના ગામડામાં કરતો શિક્ષકની નોકરી, આજે કરોડોનો બિઝનેસ કર્યો છે ઊભો

સ્કૂલના એક સાધારણ શિક્ષકમાંથી 1500 કરોડ રૂપિયાનો એમ્પાયર ઊભો કરનારા ગુજરાતના ઓધવજી રાઘવજી પટેલની સક્સેસ સ્ટોરી કેટલાય લોકો માટે પ્રેરણાદાયી છે. અંજતા દીવાલ ઘડિયાળ નિર્માણમાં દુનિયામાં જાણિતી બ્રાન્ડ છે. ગુજરાતના મોરબીમાં ઓધવજી પટેલે અજંતા કંપનીનો પાયો નાખ્યો હતો. અજંતાને દીવાલ ઘડિયાળની જનક કંપની પણ કહેવામાં આવે છે. વર્ષ 1971માં એક લાખ રૂપિયાથી શરૂ કરેલો બિઝનેસ આજે 1500 કરોડ રૂપિયાનો થઈ ગયો છે.

અજંતા ગ્રુપના સંસ્થાપક ઓધવજી રાઘવજી પટેલને ભારતમાં વોલ ક્લોકના જનક પણ કહેવામાં આવે છે. અજંતા અને ઓરપેટ ગ્રુપના સંસ્થાપક ઓધવજી રાઘવજી પટેલે વોલ ક્લોકનું ચલણ શરૂ કર્યું હતું. તેઓ યુવાવસ્થામાં પાયલટ બનવા માંગતાં હતાં. તેમણે બીએસસીનો અભ્યાસ કર્યો હતો. પણ તેમણે પછી પાયલટ બનવા માટે પરિવારમાંથી કોઈ મદદ મળી નહોતી. આ પછી ઓધવજી રાઘવજી પટેલ વિદ્યાર્થીઓને ભણાવવા લાગ્યા હતાં.

ગુજરાતના મોરબી જિલ્લામાં એક હાઇ સ્કૂલમાં ઓધવજી પટેલે સાયન્સ ટીચર તરીકે નોકરી શરૂ કરી હતી. તે સમયે તેમને માત્ર 55 રૂપિયા મહિનાનું વેતન મળતું હતું. ઘણાં વર્ષ પછી ઓધવજી પટેલને એવું લાગ્યું કે, તેમના ચાર દીકરા અને બે દીકરીના ભરણપોષણ માટે સ્કૂલ ટીચરની આવક પર્યાપ્ત નથી. ઓધવજી રાઘવજી પટેલ શરૂઆતથી જ ખૂબ જ મોટું કામ કરવા માંગતા હતાં.

તે પછી ઓધવજીભાઈ મોરબીમાં ઘણાં લોકોના સંપર્કમાં આવ્યા અને તેમણે એક ઘડિયાળ બનાવવાના યુનિટ શરૂ કરવાનો વિચાર કર્યો. શરૂઆતમાં ફેક્ટરી ભાડે રાખીને કામ શરૂ કર્યું. ક્રાઇલવાળા મેગ્નેટિક બ્લોક બનાવવાની સાથે ઓધવજીભાઈના બિઝનેસની શરૂઆત થઈ હતી. ઓધવજીભાઈ તેમના નામ પરથી જ કંપનીનું નામ રાખ્યું છે. આ સાથે જ અજંતા અને ઓરપેટ ગ્રુપે ઓરેવા નામનો એક નવો બિઝનેસ શરૂ કર્યો છે. જે ઓધવજી અને તેમની પત્ની રેવા બહેનના નામના શરૂઆતના અક્ષર પરથી લેવામાં આવ્યા છે.

ઓધવજીભાઈએ સાયન્સ ટીચર તરીકે સ્કૂલમાં 20 વર્ષ સુધી કામ કર્યું હતું. વર્ષ 1971માં એક લાખ રૂપિયાની મદદથી 45 વર્ષની ઉંમરમાં ઓધવજીભાઈએ તેમનો બિઝનેસ શરૂ કર્યો હતો. અજંતા ગ્રુપની શરૂઆત એક પાર્ટનરશિપ બિઝનેસ તરીકે થઈ હતી. તેનું નામ અજંતા ટ્રાન્ઝિસ્ટર ક્લોક મેન્યુફેક્ચરિંગ કંપની રાખવામાં આવ્યું હતું. તે સમયે અજંતા ક્વાર્ટ્ઝના નામે એક ઘડિયાળ બનાવવાનું કામ શરૂ કર્યું હતું. લગભગ ચાર દશકની સફળતા પછી અજંતા હવે દુનિયાની સૌથી મોટી વોલ ક્લોક મેન્યુફેક્ચરર કંપની બની ગઈ છે.

આ સાથે જ કંપની ટાઇલ્સ મેન્યુફેક્ચરિંગ, સિમેન્ટ કારોબાર સાથે અન્ય ઘણાં કારોબાર પણ કરી રહી છે. ઓધવજી રાઘવજી પટેલે ભારતમાં વોલ ક્લોકના બિઝનેસમાં વર્ષ 1988માં ચમત્કારિક બદલાવ કર્યો હતો. તે સમયે બેટરીથી ચાલતી ક્વાર્ટ્ઝ ટેક્નોલોજીની શરૂઆત કરી હતી.

વર્ષ 2005માં તેમણે ડિજિટલ ક્વાર્ટ્ઝ નામની ટેક્નિકની શરૂઆત કરી હતી. તે જાપાન અને તાઇવાનથી ઇમ્પોર્ટ કરી ભારતમાં બનાવવામાં આવતી હતી. અજંતા ગ્રુપમાં અત્યારે લગભગ 15000 એમ્પ્લોયી છે જેમાં 80 ટકાથી વધુ મહિલાઓ છે.

વિવિધ બિઝનેસ સાથે જોડાયેલાં અજંતા ગ્રુપની જવાબદારી ત્રીજી પેઢીને સોંપી દીધી છે. અજંતા ગ્રુપના ચેરમેન અને સંસ્થાપક ઓધવજી પટેલના પૌત્ર ચિંતન પટેલ અને નેવિલ પટેલ કંપનીને સંભાળી રહ્યા છે. ચિંતન પટેલ ગ્રુપના નિર્દેશક જયસુખભાઈ પટેલના દીકરા છે અને તે ગ્રુપમાં ઓરેવાનો બિઝનેસ જુએ છે. ચિંતન પોતાના ઉત્પાદનના ભાવને યોગ્ય રાખી મધ્યમ વર્ગમાં નવી પકડ બનાવવાની યોજના બનાવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page