Friday, April 12, 2024
Google search engine
HomeFeature Rightગુજરાતી સિંગર ઐશ્ચર્યા મજમુદારની ફિયાન્સ સાથેની પહેલીવાર સામે આવી તસવીરો

ગુજરાતી સિંગર ઐશ્ચર્યા મજમુદારની ફિયાન્સ સાથેની પહેલીવાર સામે આવી તસવીરો

અમદાવાદઃ બોલિવૂડ સિંગર તથા ગુજરાતી ગરબા ક્વીન ઐશ્વર્યા મજમુદારે પોતાના માટે લાઈફ પાર્ટનર શોધી લીધો છે. ઐશ્વર્યા ગુજરાતી ફિલ્મ એક્ટર મિત્ર ગઢવીના કઝિન ભાઈ મુલ્કરાજ ગઢવી સાથે લગ્ન કરવાની છે. ઐશ્વર્યાએ સોશિયલ મીડિયામાં આ અંગેની જાહેરાત કરી હતી. 2021માં વિદેશની ધરતી પર ઐશ્વર્યા અને મુલ્કરાજ લગ્નગ્રંથીથી જોડાઈ જશે તેવું નજીકના સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

ઐશ્વર્યાએ સોશિયલ મીડિયામાં મુલ્કરાજ સાથેની તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘પ્રેમની શોધ એ હજી શરૂઆત છે અને સ્વીકૃત્તિની શોધ એ સ્થિર છે. શાંતિની શોધ એ આશીર્વાદ છે અને મેં તેને શોધી લીધો છે.

મને ઘર મળ્યું છે. હું ઘણી જ ખુશ છું કે તેને મારા જીવનના એક ભાગ તરીકે (તારા જીવનના એક ભાગ બનીને) મારી દુનિયામાં આ વાત શૅર કરું છું. આભાર..મારામાં જે બેસ્ટ હતું, તે તું લાવ્યો છે મુલ્કરાજ…બધા જ સવાલોના જવાબ આ રહ્યાં….

મૂળ વડોદરાનો મુલ્કરાજ હાલમાં પરિવાર સાથે દુબઈમાં રહે છે. તે અહીંયા CKG ઈન્ટરનેશનલ કંપનીમાં ડિરેક્ટર છે. પરિવારમાં પિતા, માતા ચંદ્રિકાબેન, બહેન મેઘા તથા ભાઈ જય છે. મુલ્કરાજના માતા પણ આ જ કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર છે. આટલું જ નહીં મુલ્કરાજને સંગીત પણ રસ છે.

અમદાવાદમાં રહેતી ઐશ્વર્યાએ માત્ર 3 વર્ષની ઉંમરથી સંગીતની વિધિવત તાલીમ લેવાની શરૂઆત કરી હતી. સાત વર્ષની ઉંમરમાં ‘સારેગામાપા’ ટીવી સોમાં ભાગ લીધો હતો. 11 વર્ષે પહેલી જ વાર નાગપુરમાં સોલો કોન્સર્ટ કરી હતી.

આ સિવાય તેણે ભારત તથા વિદેશમાં પણ કોન્સર્ટ કરી છે. 2008માં તે ‘સ્ટાર વોઈસ ઓફ ઈન્ડિયા’ના ‘છોટે ઉસ્તાદ’ની વિનર બની હતી. ઐશ્વર્યાએ ગુજરાતી તથા હિંદીમાં અનેક ગીતો ગાયો છે. આ સિવાય તેણે પોતાનો મ્યૂઝિક આલ્બમ પણ બહાર પાડ્યો છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the galaxy of excitement! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of inspiring insights! ? ? into this exciting adventure of imagination and let your imagination fly! ✨ Don’t just enjoy, experience the thrill! ? Your brain will be grateful for this exciting journey through the realms of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page