વિદેશ જવા માંગતાં લોકો માટે આંચકાનજક સમાચાર સામે આવ્યા છે. યુએસ-કેનેડા બોર્ડર પર પટેલ પરિવારના ચાર લોકોના મોતના સમાચાર તાજા જ છે ત્યાં કેનેડામાં વધુ એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. કેનેડામાં ત્રણ કોલેજોએ પાટિયા પાડી દેતા અનેક ભારતીય સ્ટુડન્ટનું ભાવી જોખમમાં મૂકાયું છે. કેનેડામાં ભણતાં ગુજરાતી વિદ્યાર્થીઓની આપવીતી સામે આવી છે .
વિદેશ જવા માંગતાં લોકો માટે આંચકાનજક સમાચાર સામે આવ્યા છે. યુએસ-કેનેડા બોર્ડર પર પટેલ પરિવારના ચાર લોકોના મોતના સમાચાર તાજા જ છે ત્યાં કેનેડામાં વધુ એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. કેનેડામાં ત્રણ કોલેજોએ પાટિયા પાડી દેતા અ200થી વધુ ગુજરાતી સ્ટુડન્ટનું ભાવી જોખમમાં મૂકાયું છે.
પ્રાપ્ત વિગત મુજબ કેનેડાના ક્યૂબેક પ્રોવિન્સના મોન્ટ્રીયલ શહેરની ત્રણ કોલેજો CCSQ, CDE અને M College એ તાળા મારી દીધા છે. કોરોનાની મહામારીમાં નાણાકીય સંકટનું બહાનું કાઢી આ કોલેજોએ પાટિયા પાડી દીધા છે. આ કોલેજમાં ભારતના 2500થી વધુ સ્ટુડન્ટ સ્ટડી કરતાં હતા. જેમાં સૌથી વધુ ગુજરાત અને પંજાબના સ્ટુડન્ટ હતા. અમદાવાદ, વડોદરા અને રાજકોટ સહિત ગુજરાતના 200થી વધુ સ્ટુડન્ટ આ કોલેજોમાં ભણતા હતા. દરમિયાન ભારતીય સ્ટુડન્ટે મોન્ટ્રીયલના ગુરુદ્વારામાં રેલીનું આયોજન કર્યું હતું. જેમાં સ્ટડી સાથે ફી પાછી આપવાની સાથે વર્ક પરમિટની મંજૂર આપવાની માંગ કરવામાં આવી હતી.
કેનેડાના મોન્ટ્રિયલમાં રહેતી મૂળ વડોદરાની વિદ્યાર્થિની વૈરાગીએ ગુજરાતી અખબાર દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ પાસે વેલિડ વિઝા છે. વિદ્યાર્થીઓને ફી રિફંડ મળી જશે અને અન્ય કોલેજમાં પણ પ્રવેશ આસાનીથી મળી જશે બાકીનો અભ્યાસ પૂરો કરી શકશે.
કેનેડામાં ભણતા સુરતના કેવલે ગુજરાતી અખબાર દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ ત્રણ કોલેજ પ્રાઈવેટ કોલેજ રાઈઝીક ફોનિક નામની કંપની છે. આ કંપની પાસે ફંડ નથી એટલે અમારી કોલેજ બંધ છે અને ઈતિહાસમાં પહેલીવાર છે કે કોઈ કોલેજે વિદ્યાર્થીઓને ભણાવવાની ના પાડી દીધી હોય, કેનિડિયન નિયમ પ્રમાણે જ્યારે વિદ્યાર્થી ભણતો હોય તો જ તે કોઈ જગ્યાએ કામ કરી શકે, જેને કારણે વિદ્યાર્થીઓને ઘણી તકલીફ પડી રહી છે.
કોલેજના ડાયરેક્ટરે જણાવ્યું કે, કોલેજો બંધ થવાથી વિદ્યાર્થીઓને કોઇ પરેશાની નહિ થાય. તેમની પાસે બે ઓપ્શન છે- એક તો જે વિદ્યાર્થીઓની ડીગ્રી પૂરી થતી હશે તો તેમને ડીગ્રી મળી શકે છે અને બીજા ઓપ્શનમાં વિદ્યાર્થીઓને અન્ય કોલેજમાં ટ્રાન્સફર મળી શકે છે. ફી પણ રિફંડ મળે એ પ્રકારના લો હોવાથી ઇસ્યુ નહિ થાય.
હાલ કેનેડામાં અટવાયેલા વિદ્યાર્થીઓ મુજબ મોન્ટ્રિયલની આ ત્રણ કોલેજ છેલ્લાં 15 વર્ષથી કાર્યરત છે અને માત્ર 4-5 વર્ષથી વિદેશી વિદ્યાર્થીઓને એડમિશન આપી રહી છે, એટલે વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન રાખવું કે જે પ્રસિદ્ધ કોલેજ હોય એમાં જ એડમિશન લેવું. (સૌજન્ય- દિવ્ય ભાસ્કર)