‘હનુમાન’ રોલ કરનાર એક્ટરની હાલત બની કફોડી, બાઈક વેચીને મળેલા પૈસાથી ચલાવ્યું ઘરનું ગુજરાન

Bollywood

મુંબઈ:  દેશભરમાં લોકો કોરોનાનો સામનો કરી રહ્યા છે. મહામારીના કારણે ફિલ્મ એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રિઝને પણ ફટકો પડ્યો છે. શૂટિંગ બંધ થતાં ઘણા સેલેબ્સની હાલત દયનીય બની ગઈ છે. કેટલાક ડિપ્રેશનનો શિકાર બન્યા છે તો કેટલાક આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. આમાંથી જ એક ટીવી સિરિયલોમાં હનુમાનનો રોલ કરનાર નિર્ભય વાધવાને ખાવાના ફાંફા પડી રહ્યા છે. એટલું જ નહીં તેને ઘરનું ગુજરાત ચલાવવા માટે ઘરનો સામાન પણ વેચવા કાઢ્યો છે.

સિરિયલોમાં હનુમાનનો રોલ કરનાર નિર્ભય વાધવાની હાલત કફોડી બની છે. તેની પાસે છેલ્લા બે વર્ષથી કોઈ કામ નથી. તેણે ગુજરાન ચલાવવા માટે પોતાની બાઈક પણ વેચી દીધી છે.

નિર્ભય વધાવાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોનાકાળમાં નાણાકીય મુશ્કેલી નડી છે. આ સમયે તેને મિત્રો તથા શુભેચ્છકોએ મદદ કરી હતી. મિત્રોએ તેના ઘરનું ભાડું ભર્યું હતું. કોરોના મહિનાઓથી છે અને આ જ કારણે તેણે આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો હતો. તે છેલ્લાં દોઢ વર્ષથી બેરોજગાર છે. આ સમયમાં તેની બધી જ બચત પૂરી થઈ ગઈ હતી. તેની પાસે કામ નહોતું.

નિર્ભયે જણાવ્યું હતું કે કોરોનાને કારણે લાઈવ શો પણ યોજાતા નથી. શૂટિંગ પણ છેલ્લાં ઘણાં સમયથી અટકી પડ્યું છે. તેને પેમેન્ટ પણ બાકી હતું, પરંતુ તેને મળ્યુ નહીં. આથી જ તેના માટે ઘર ચલાવવું થોડું મુશ્કેલ બની ગયું હતું. જીવન થોડું ઉપર નીચે થઈ ગયું હતું.

નોંધનીય છે કે નિર્ભય બાઈકનો શોખીન છે અને આથી જ તેની પાસે બાઈકનું સારું એવું કલેક્શન છે. નિર્ભયે આમાંથી જ એક બાઈક વેચવાનું શરૂ કર્યું હતું. નિર્ભયે 2016માં 22 લાખ રૂપિયામાં એક બાઈક ખરીદી હતી. કોરોના હોવાને કારણે તેના માટે ખરીદદાર મળવો મુશ્કેલ હતો. તેથી તેણે કંપનીમાં આ અંગે પૂછપરછ કરી હતી. કંપનીએ જ આ બાઈક 9.5 લાખ રૂપિયામાં ખરીદી લીધી હતી. બાઈક વેચ્યા બાદ પૈસા આવ્યા હતા અને તેના ઘરની ગાડી બરોબર ચાલવા લાગી હતી.

નિર્ભય બાઈક વેચ્યા બાદ પણ નિરાશ થયો નથી. તેણે કહ્યું હતું કે દરેકના જીવનમાં આવો મુશ્કેલ સમય આવે છે, પરંતુ તે હિંમત હાર્યો નથી અને તેણે આશા ગુમાવી નથી. જીવન ફરીથી નોર્મલ થઈ જશે. તે પોતાનું કામ કરે છે અને ફરી બધું પહેલાં જેવું થઈ જશે. તે એ સ્થિતિમાં આવી જશે કે તે ફરીથી બીજું બાઈક ખરીદી લેશે.

નિર્ભયે 2011માં પ્રીતિ વાધવા સાથે લગ્ન કર્યાં હતાં. 2015માં તે દીકરીનો પિતા બન્યો હતો. નિર્ભય એનિમલ લવર તથા સોશિયલ વર્કર છે. જયુપરમાં તે ‘હેલ્પ ઈન સફરિંગ’ નામની સ્વૈચ્છિક સંસ્થા સાથે જોડાયેલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *