સાધુ વેશમાં 22 વર્ષ બાદ ઘરે આવ્યો પતિ, ‘વિધવા’ પત્નીને લાગ્યો જબરદસ્ત આંચકો

એક પત્ની માટે 22 વર્ષ પહેલા મરી ચૂકેલો પતિ અચાનક જીવતો થઈ ગયો હતો. કોઈ ફિલ્મ સ્ટોરીને ટક્કર આપતો રિયલ કિસ્સો સામે આવ્યો છે. 22 વર્ષ પહેલાં પતિને મૃત માનીને વિધવા તરીકે જીવન જીવતી પત્નીને જબરદસ્ત આંચકો લાગ્યો હતો. સાધુ વેશમાં હાથમાં સારંગી લઈને ઉભલો જોઈને પત્નીને વિશ્વાસ કરવો મુશ્કેલ બની ગયો છે. આ આખો મામલો સોશ્યલ મીડિયામાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.

આ અજીબોગરીબ કિસ્સો ઝારખંડનો છે. અહીંના ગઢવા જિલ્લાના સેમૌર ગામમાં રહેતો ઉદય સાવ નામનો યુવાન 22 વર્ષ પહેલાં પોતાનું ઘર છોડીને ચાલ્યો ગયો હતો. ત્યાર બાદ પરિવારજનો દ્વારા ઉદયની અનેક જગ્યાએ શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પણ તેનો ક્યાંય પત્તો લાગ્યો નહોતો. અનેક વર્ષો સુધી પત્તો ન લાગતા પરિવારજનોએ માની લીધું હતું કે ઉદય સાવ હવે જીવતો નહીં હોય. તે કોઈ ઘટના કે દુર્ઘટનામાં માર્યો ગયો હશે.

ત્યાર બાદ ઉદયની પત્ની એક વિધવાનું જીવન જીવવા લાગી હતી. દીકરો-દીકરી અનાથ થઈ ગયા હતા. પણ અચાનક 22 વર્ષ વિતી ગયા બાદ ગયા રવિવારે ઉદય સાધુ વેશમાં હાથમાં સારંગી લઈને પ્રગટ થયો હતો. ઉદયને પોતાના સે સમૌરા ગામના ઘરે જોઈને લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી. ઉદય તેની પત્ની પાસે ભિક્ષા લેવા આવ્યો હતો અને બાબા ગોરખનાથનો ભજન ગાવા લાગ્યો હતો.

સાધુ વેશમાં પહોંચેલા પતિ ઉદયને જોતા જ પત્ની ઓળખી ગઈ હતી. પોતાના ગુમ થયેલા પતિને જોતા જ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. ત્યાર બાદ તેને સાધુ રૂમ છોડીને પોતાની સાથે રહેવા આજીજી કરવા લાગી હતી. જોકે પતિ વારંવાર તેની ઓળખ છુપાવતો રહ્યો હતો. દરમિયાન ઘર અને ગામના કેટલાક લોકો પહોંચ્યા અને તેમણે પણ ઉદયને ઓળખી લીધો હતો.

અંતે ઉદયે પોતાની અસલી ઓળખનો પરીચય આપ્યો હતો. તેણે પોતાની પત્નીને ભિક્ષા આપવાનો આગ્રહ કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે પત્નીની ભિક્ષા વગર મને સિદ્ધિ પ્રાપ્ત થશે નહીં. એટલા માટે મને ભિક્ષા આપી પોતાના કર્તવ્યનું પાલન કરવા દો. સાધુ વેશમાં વર્ષો બાદ ઉદય ઘર આવ્યાની માહિતી મળતાં આખું ગામ ભેગું થઈ ગયું હતું.

બધા લોકોની ઈચ્છા હતી કે સાધુ વેશમાં પહોંચેલા ઉદય હવે પોતાના ઘર અને પરિવાર સાથે રહે. જોકે તેણે ઘર-પરિવાર સાથે રહેવાનો ઈનકારર કરી દીધો હતો. એટલું જ નહીં અત્યારે તે ગામની બહાર આવેલી એક કોલેજમાં શરણાર્થી બન્યો છે. દરમિયાન બાબા ગોરખનાથ ધામમાં યજ્ઞ અને ભંડારો કરવા માટે ગામના લોકો ફાળો એકઠો કરવા લાગ્યા છે. હજી સુધી પત્ની દ્વારા ભિક્ષા ન મળવાના કારણે ઉદય આજુબાજુના વિસ્તામાં ફરી રહ્યો છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.