Monday, April 15, 2024
Google search engine
HomeFeature Rightગુજરાતમાં હજુ એક અઠવાડીયા સુધી ગરમી પડશે, અમદાવાદ જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં હજુ એક અઠવાડીયા સુધી ગરમી પડશે, અમદાવાદ જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ

અમદાવાદ: ગુજરાતમાં ફરી વાર દઝાડે તેવી ગરમી શરૂ થઈ ગઈ છે. દઝાડે તેવી ગરમીથી લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે. એક અઠવાડીયાથી સતત ગરમીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રવિવારે અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. જેના કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ગુજરાત અનેક શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. ગરમીને લઈને હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે, અમદાવાદમાં આગામી એક અઠવાડીયા સુધી ગરમી ઘટશે નહીં. અમદાવાદમાં હજુ ત્રણ દિવસ ઓરેન્જ એલર્ટ રહેશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં શરીર દઝાડતી ગરમી પડી રહીં છે ત્યારે અમદાવાદ સહિત ગુજરાતમાં બપોર બાદ રસ્તાઓ સૂમસામ થઈ ગયા હતા તો લોકો કામ સિવાય બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા હતાં. અસહ્ય ગરમીના કારણે ગુજરાતમાં કેટલાંક ડામરના રસ્તા પણ ઓગળી રહ્યાં છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the galaxy of wonder! ? The thrilling content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of inspiring insights! ? Dive into this exciting adventure of discovery and let your thoughts roam! ? Don’t just read, experience the thrill! #FuelForThought Your mind will thank you for this exciting journey through the realms of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page