Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratઆગામી 5 દિવસ ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, બે સિસ્ટમ થઈ...

આગામી 5 દિવસ ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, બે સિસ્ટમ થઈ સક્રિય

અમદાવાદ: ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. મંગળવારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અમદાવાદ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર અને દેવભુમી દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જોકે આગામી 5 દિવસ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાત પર બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં તારીખ 29 જુલાઈથી ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. જોકે આગાહી વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ધોધમાર વરસાદ તુટી પડશે. આ ઉપરાંત પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રમાં બોટાદ અને સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, અમરેલી સહિતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. બંગાળની ખાડી પર સર્જાયેલ લો-પ્રેશર સિસ્ટમ ઝડપથી આગળ વધી રહી છે. આ સાથે જ ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ અને અડીને આવેલા રાજસ્થાન પર સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ પણ સક્રિય થઈ ગઈ છે. જેન લઈને 29મીથી શરૂ થઈને 5 ઓગસ્ટ સુધી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

ગુજરાત પર અપર એર સાયક્લોનિક સરક્યુલેશ બે સિસ્ટમ હાલ સક્રિય હોવાનું હવામાન વિભાગ જણાવી રહ્યું છે. ગુજરાત પર આ 2 વરસાદી સિસ્ટમની અસરના કારણે આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાશે અને અનેક સ્થળોએ ધોધમાર વરસાદ તુટી પડશે. આ સિસ્ટમ સક્રિય રહેતાં આગામી 5 દિવસ સધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.

મધ્ય ગુજરાતમાં અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, મહિસાગર, ખેડા જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત 30 મીએ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the galaxy of wonder! ? The mind-blowing content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of inspiring insights! #InfinitePossibilities Embark into this cosmic journey of discovery and let your thoughts soar! ✨ Don’t just explore, experience the excitement! #BeyondTheOrdinary Your mind will be grateful for this exciting journey through the worlds of endless wonder! ?

  2. ? Wow, this blog is like a fantastic adventure launching into the universe of excitement! ? The captivating content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exhilarating insights! ? Embark into this thrilling experience of knowledge and let your thoughts fly! ? Don’t just explore, experience the excitement! #BeyondTheOrdinary Your brain will thank you for this thrilling joyride through the worlds of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page