Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratગોંડલના દેરડી કુંભાજીમાં 8 ઈંચ વરસાદ ખાબકતાં પાણી જ પાણી થયું

ગોંડલના દેરડી કુંભાજીમાં 8 ઈંચ વરસાદ ખાબકતાં પાણી જ પાણી થયું

રાજકોટ: હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે ગુરુવારે સૌરાષ્ટ્રમાં ધોધમારથી લઈને છુટો છવાયો વરસાદ ખાબક્યો હતો. જેમાં ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી પંથકમાં એક જ કલાકમાં 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે છેલ્લા 24 કલાકમાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદ ખાબકતાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતાં જ્યા નાળાંઓ બે કાંઠે વહેતા થયાં હતાં.

દેરડી, શિવરાજગઢ સહીત દોઢ ઈંચ જ્યારે ગોંડલમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. જસદણમાં અને આસપાસના 12 ગામડાઓમાં સાંજે ચાર વાગ્યે જોત જોતામાં પોણો ઈંચ વરસાદ ખાબકી ગયો હતો.

અમરેલી જિલ્લામાં સાવરકુંડલામાં દોઢ, રાજુલાના 25 ગામોમાં 3 ઈંચ, બાબરા અને અમરેલીમાં ભારે ઝાપટાં વરસ્યા હતા. ગીર ગઢડામાં સવા ઈંચ અને ગ્રામ્ય વિસ્તારમાં 2 ઈંચ પડ્યો હતો. જામનગર જિલ્લાના કાલાવડમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો.

ગીરગઢડામાં મેઘરાજાએ પધરામણી કરી હતી. તાલુકાના જુડવડલી, ખીલાવડમાં દોઢ કલાકમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો. ઉના તાલુકાના સીમાર, મોઠા, દુધાળા, સામતેરમાં એક ઈંચ અને ઉનામાં જોરદાર ઝાપટું પડ્યું હતું. બાબરિયા ગીર જંગલ વિસ્તારમાં છ મીમી વરસાદ વરસ્યો હતો.

ગુરૂવારે સાંજે 5 વાગ્યાની આસપાસ કાલાવડમાં મેઘસવારી ચડી આવતાં તાલુકાના રાજડા, જસાપર, નીકાવા ગામે ધોધમાર 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of excitement! ? The thrilling content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a source of inspiring insights! #MindBlown ? into this thrilling experience of discovery and let your imagination roam! ? Don’t just read, experience the excitement! #FuelForThought Your mind will be grateful for this exciting journey through the realms of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page