Thursday, April 11, 2024
Google search engine
HomeFeature Rightઆગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગાંધીનગર: છેલ્લા ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે. આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, ભાવનગર અને અમરેલી સહિતનાં વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં વાપીમાં 10 ઈંચ વરસાદ, કપરાડામાં 9 ઈંચ, વલસાડમાં 8 ઈંચ, ઉમરગામમાં 7 ઈંચ, પારડીમાં 6 ઈંચ અને ધરમપુરમાં 4 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો છે.

ભારતીય હવામાન વિભાગએ પોતાના તાજેતરના બુલેટિનના દેશના એક ડઝનથી વધુ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગનું કહેવું છે કે, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના કેટલાક હિસ્સામાં આગામી 24 કલાકમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું પહોંચવાનું અનુમાન છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page