Friday, April 12, 2024
Google search engine
HomeFeature Rightઆગામી 4 દિવસમાં ગુજરાત, મહારાષ્ટ્ર, અને રાજસ્થાનમાં ખાબકી શકે છે ધોધમાર વરસાદ

આગામી 4 દિવસમાં ગુજરાત, મહારાષ્ટ્ર, અને રાજસ્થાનમાં ખાબકી શકે છે ધોધમાર વરસાદ

નવી દિલ્હી: વરસાદના વિરામની વચ્ચે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં આગામી 24 કલાક હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતને 48 કલાક ધમરોળ્યાં બાદ વલસાડમાં ગઈ કાલે સાંજથી વરસાદનું જોર ઘટ્યું છે. મેઘરાજાએ ગઈકાલે વલસાડ જિલ્લો ધમરોળ્યાં બાદ સાંજે 6 વાગ્યાથી વિરામ લીધો હતો.

આગામી 3-4 દિવસમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ પ્રમાણે, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન સહિતના નજીકના રાજ્યોમાં ભારે વરસાદ ખાબકે તેવી શક્યતા છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાત સહિત દેશના 17 રાજ્યોમાં આગામી 3-4 દિવસમાં ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન ઉત્તર-પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમના દરિયા કિનારે પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે.

અરબ સાગરમાં 50 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. તેના લીધે કર્ણાટકના દરિયા કિનારામાં ઉંચા મોજા ઉછળવાની શક્યતા. કરેળ, લક્ષદ્વીપમાં એલર્ટ જાહેર કરી દેવાયું છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket launching into the universe of wonder! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exciting insights! #MindBlown Embark into this thrilling experience of discovery and let your imagination soar! ? Don’t just read, experience the thrill! #BeyondTheOrdinary Your mind will be grateful for this exciting journey through the realms of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page