Monday, April 15, 2024
Google search engine
HomeGujaratલાંબા વિરામ બાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશી જોવા મળી

લાંબા વિરામ બાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશી જોવા મળી

ગુજરાતમાં કેટલાય દિવસથી વરસાદ લાંબો વિરામ લીધો હતો જોકે શનિવારથી ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. જ્યારે આજે વહેલી સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો છે. જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. આ ઉપરાંત ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં સતત બીજા દિવસે વાતાવરણ પલટો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, રાજકોટમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે.

શનિવારથી જ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. નવસારી, સુરત અને તાપીમાં મેઘરાજાનું આગમન થયું જ્યારે તાપીમાં છેલ્લા 24 કલાકમાં નિઝર, સોનગઢ અને ઉચ્છલમાં 3 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. સોનગઢ, વાલોડ અને વ્યારામાં અઢી ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત નવસારી, વાપી, વલસાડ અને ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદનું આગમન થઈ ગયું છે.

અમરેલીના સાવરકુંડલામાં ભુવા, ખડકાળા, શેલનામામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અમરેલીના લાઠીમાં ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. ભાવનગરમાં પણ વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. ભાવનગરમાં સવારે સાડા ચાર વાગ્યાથી વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. જેને પગલે શહેરના કેટલાંક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સર્જાયા હતાં.

જૂનાગઢમાં સતત બીજા દિવસે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે. વહેલી સવારથી મેઘરાજા અનેક વિસ્તારોમાં ધોધમાર વરસી રહ્યા છે. લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં લોકોમાં ખુશીનો માહોલ છે. ભારે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of wonder! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exhilarating insights! #AdventureAwaits ? into this exciting adventure of knowledge and let your thoughts roam! ✨ Don’t just enjoy, savor the thrill! #FuelForThought Your brain will be grateful for this exciting journey through the realms of awe! ✨

  2. I played on this casino platform and managed a substantial amount, but after some time, my mom fell ill, and I required to cash out some funds from my balance. Unfortunately, I faced issues and couldn’t withdraw the funds. Tragically, my mom passed away due to this gambling platform. I plead for your assistance in reporting this site. Please help me to obtain justice, so that others won’t face the hardship I am going through today, and stop them from shedding tears like mine. ????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page