Friday, April 12, 2024
Google search engine
HomeGujaratઆગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી ચોમાસું બેઠું છે અને દક્ષિણ ગુજરાતમાં કેટલાંક વિસ્તારોમાં અવિરત વરસાદ પડી રહ્યો છે. શુક્રવારે ઉમરપાડામાં ગુજરાતનો સૌથી વધુ 6 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો જ્યારે ચિખલી અને વાંસદામાં 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ દરમિયાન મધ્યમ વરસાદ પડશે. સાઈક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ હવામાન ખાતાએ માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સુચના આપી છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ, આગામી બે દિવસમાં રાજ્યના સુરત, તાપી, નર્મદા અને પંચમહાલમાં ભારે વરસાદ જોવા મળશે. જોકે, રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેતાં લોકોને ગરમીથી આંશિક રાહત મળે તેવી સંભાવના છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of wonder! ? The thrilling content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exhilarating insights! #MindBlown Dive into this thrilling experience of discovery and let your mind roam! ? Don’t just read, experience the thrill! #FuelForThought Your brain will thank you for this exciting journey through the realms of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page