Saturday, April 13, 2024
Google search engine
HomeGujaratઆજે અમદાવાદ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી

આજે અમદાવાદ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી

અમદાવાદ: આગામી બે દિવસ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી શકે છે તેની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે. પૂર્વ રાજસ્થાન પર બનેલા સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે જેને લઈને ઉત્તર ગુજરાત, પંચમહાલ અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગની આગાવી વચ્ચે મંગળવારે અમદાવાદ, ગાંધીનગર, છોટાઉદેપુર, હાલોલ અને વડોદરા સહિત ગુજરાતના મોટા ભાગમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ છોટાઉદેપુરમાં 7 ઈંચ ખાબક્યો હતો. જોકે બુધવારે અને ગુરુવારે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.

પૂર્વ રાજસ્થાન પર બનેલા સાઈક્લોનિક સર્ક્યુલેશનના કારણે પંચમહાલ, છોટા ઉદેપુર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરામાં આજે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ સિવાય અરવલ્લી, દાહોદ, મહિસાગર અને સુરતની સાથે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.

આગામી બે દિવસ દરમિયાન પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. આ સિવાય આવતીકાલે ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં ભારે વરસાદથ થવાની સંભાવના છે. રાજ્યમાં ઠેર-ઠેર વરસાદ થયા બાદ ફરી એકવાર વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

જોકે IMD ગુજરાતના ડાયરેક્ટર જયંત સરકારે કહ્યું હતું, અમદાવાદ સહિત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે. જોકે આજે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ રહેશે તેવું લાગી રહ્યું છે. મહત્વની વાત છે કે, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઈને ચેતવણી પણ આપવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page