Monday, April 15, 2024
Google search engine
HomeGujaratખેડૂતો માટે રાહતના સમાચાર: વરસાદને લઈને હવામાન વિભાગે કરી શું આગાહી?

ખેડૂતો માટે રાહતના સમાચાર: વરસાદને લઈને હવામાન વિભાગે કરી શું આગાહી?

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદે એક મહિનાનો વિરામ લેતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈ એક રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગ મુજબ, 21થી 25 જુલાઈ સુધીમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના લગભગ તમામ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે. તેમજ હાલ ગુજરાતના સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો હોવાથી પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે.

21 અને 22 જુલાઈએ સૌરાષ્ટ્ર-કચ્છથી લઈ દીવ, દાદરાનગર હવેલી, વલસાડ, છોટા ઉદેપુર, નવસારીમાં ગાજવીજ સાથે વરસાદ આવે એવી સંભાવના છે. જ્યારે 24-25 જુલાઈએ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થવાની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, નૈઋત્યનું ચોમાસુ પશ્ચિમમાં રાજસ્થાનમાં પ્રવેશી ચૂક્યું છે. જેથી અગામી બે-ચાર દિવસમાં ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.

હાલ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાવણી થઈ ચૂકી હોવાથી ખેડૂતોમાં પાક સુકાવાની ચિંતા વ્યાપી ગઈ છે, ત્યારે 20 જૂલાઈએ રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ મહેરબાની કરતા પાકને જીવતદાન મળ્યું છે. જેને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે.

ઉત્તર ગુજરાતના અંબાજી નજીક દાંતાના ભેમાળ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો, બોટાદ, રાજકોટ, બોટાદ, ગઢડા, અમરેલીના ધારી સહિતના વિસ્તારમાંથી પણ વરસાદ મેઘમહેર થઈ છે. તેમજ દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના સુબિર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. મધ્ય ગુજરાતના છોટાઉદેપુર પંથકના લગભગ તમામ તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. આ વરસાદને પગલે પાકને જીવતદાન મળ્યું છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the galaxy of endless possibilities! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exciting insights! #InfinitePossibilities Dive into this thrilling experience of discovery and let your imagination fly! ? Don’t just read, experience the excitement! #BeyondTheOrdinary Your mind will be grateful for this exciting journey through the realms of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page