Thursday, April 11, 2024
Google search engine
HomeGujaratગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી?

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી?

અમદાવાદ: ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો સહિત લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ભર અષાઢમાં ઉનાળા જેવી કાળઝાળ ગરમી અનુભવાતાં લોકો અકળાઈ રહ્યા છે. અમદાવાદમાં શુક્રવારે ગરમીનો પારો 39 ડિગ્રીએ પહોંચતાં લોકોએ ઉનાળાનો અહેસાસ થયો હતો.

આગામી 20થી 21 જુલાઈ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સારો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે આપી છે.

હવામાન વિભાગ દ્વારા આજે અને કાલે માત્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં આવનારા સપ્તાહ સુધી વરસાદની કોઈ સંભાવના નથી.

ગુજરાત હવામાન વિભાગના ડિરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે, અપર એર સાઇક્લોનિક અસરને પગલે દક્ષિણ ગુજરાત અને ઈસ્ટ સેન્ટ્રલ ગુજરાતમાં આગામી બે દિવસમાં ભારે વરસાદ પડી શકે છે. વલસાડ, નર્મદા, દમણ, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની બહુ સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી.

હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે, શનિવારે દક્ષિણ ગુજરાતમાં તેમજ દમણ દાદરાનગર હવેલી, વલસાડ, નવસારી, નર્મદા અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે બીજા દિવસે રવિવારે પણ આ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી થઈ છે.

આ ઉપરાંત 28 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી સાર્વત્રિક સારો વરસાદ પડી શકે છે તેમ હોવાનું હવામાન જ્યોતિષી અંબાલાલ દા.પટેલે જણાવ્યું હતું. જે વિસ્તારોમાં હાલ વરસાદની ઘટ વર્તાઈ રહી છે ત્યાં ઓગસ્ટમાં ભરપાઈ થઈ જવાના યોગ છે. ચોમાસુ આગામી દિવસોમાં તેની ઝડપ પકડશે અને સાર્વત્રિક સારો વરસાદ પડશે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of endless possibilities! ? The thrilling content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exhilarating insights! ? ? into this exciting adventure of knowledge and let your imagination soar! ? Don’t just read, savor the thrill! #BeyondTheOrdinary Your brain will thank you for this thrilling joyride through the dimensions of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page