Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો, ઉત્તર ગુજરાતમાં કરા સાથે...

ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો, ઉત્તર ગુજરાતમાં કરા સાથે વરસાદ નોંધાયો

અમદાવાદ: દક્ષિણ-પૂર્વ રાજસ્થાન તથા દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં સાઈક્લોનિક અપર એર સરક્યુલેશનના કારણે ગુજરાતમાં માગશર મહિનામાં અષાઢી માહોલ સર્જાતાં ગુજરાતના 8 જિલ્લાઓના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત, ખેડા અને અમદાવાદ જિલ્લામાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠાના દિયોદરમાં તોફાની પવન સાથે પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો હતો જેને કારણે રવી પાકમાં વ્યાપક નુકસાન પહોંચ્યું હતું.

હવે ભર શિયાળે કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. અચાનક ભારે પવન સાથે વરસેલા વરસાદને લીધે રવી પાકને મોટા પાયે નુકશાન પહોંચ્યું છે. ગુરૂવારે સૌરાષ્ટ્રના ગોંડલ, કાલાવાડ, જસદણ સહિત અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ પડતાં મરચી, ડુંગળી, લસણ, ચણા સહિતના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.

ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા-અરવલ્લી, પાટણ અને બનાસકાંઠામાં વરસાદથી ઘઉં, બટાટાં, મગફળી, તુવેર, કપાસ, ઈસબગૂલ, જીરૂં સહિતના પાકને મોટાપાયે નુકસાન જોવા મળ્યું છે. આ ઉપરાંત સૂઈગામમાં કરા સાથે વરસાદ નોંધાયો હતો.

પાલનપુર, અંબાજી, દાંતા, ધાનેરા, હિંમતનગર, થરાદ, ઈડર, ખેડબ્રહ્મા, પોશીના, નડિયાદ સહિતના વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. અમદાવાદમાં પણ મોડી સાંજે વરસાદ ખાબક્યો હતો. કચ્છનાં ભુજ, માંડવી, મુન્દ્રા, અબડાસા, લખપત, નખત્રાણા, ગાંધીધામ, રાપર તાલુકાના ગામોમાં ઝરમરથી મધ્યમ વરસાદ પડ્યો હતો. જેના કારણે રોડ પર પાણી ભરાઈ ગયું હતું.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, દક્ષિણ-પૂર્વ રાજસ્થાન તથા દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં સાઈક્લોનિક અપર એર સરક્યુલેશનથી વરસાદ પડી રહ્યો છે. આ બંન્ને પૈકી દક્ષિણ-પશ્ચિમ દિશાવાળું સરક્યુલેશન દરિયાની સપાટીથી 2.1 કિમી ઉપર છે જ્યારે દક્ષિણ-પૂર્વ દિશાવાળું સરક્યુલેશન 0.9 કિમી ઊંચાઈ પર છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કાલ 13/12/2019ના સવાર સુધી રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page