ગુજરાત પર સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ

Featured Gujarat

અમદાવાદ: ગુજરાતમાં રવિવારથી નવલી નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે ખેલૈયાઓને વરસાદે માહોલ બગાડ્યો છે. હાલ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો છે. છેલ્લા ચાર દિવસથી વરસી રહેલા વરસાદના કારણે ગુજરાતમાં નવરાત્રીના આયોજનો ધોવાઈ ગયા છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં પ્રથમ બે નોરતાં દરમિયાન ગરબા રદ્દ કર્યા છે તેવામાં હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.


કચ્છ ઉપર વેલ માર્ક લો-પ્રેશર એરિયા બન્યું છે અને પૂર્વ ઉતર પૂર્વ તરફ આગળ વધીને 24 કલાકમાં ડિપ્રેશનમા પરિવર્તિત થશે. જોકે આ સિસ્ટમ સક્રિય હોવાના કારણે આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાથે દરિયામા પવનની ગતી તેજ બનવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી ત્યારે પાટણ, રાજકોટ, પોરબંદર, મોરબી, દ્વારકા, બનાસકાંઠા, મહેસાણા, જામનગર, જુનાગઢ, કચ્છ, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ પડશે.

વરસાદની આગાહીના કારણે ખેલૈયા અને આયોજકોમાં તેમની નવરાત્રી બગડવાની ચિંતા વ્યાપી છે. આ વખતે અડધી નવરાત્રી વરસાદમાં જ જવાની ભીતિ રહેલી છે. હાલ અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. જોકે વરસાદના કારણે ઠેર ઠેર પાણી પણ ભરાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *