Saturday, April 20, 2024
Google search engine
HomeGujaratગુજરાત અને રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે કરી મોટી આગાહી

ગુજરાત અને રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે કરી મોટી આગાહી

અમદાવાદ: દેશમાં ફરી એકવાર વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ત્યારે દિલ્હીમાં લાંબા વિરામ બાદ ફરીથી મેઘરાજા મહેરબાન થયા છે. જોકે અનરાધાર વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મહત્વની વાત એ છે કે, શનિવાર એટલે કે આજે ગુજરાત, પશ્ચિમ મધ્યપ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર અને દિલ્હી-NCRમાં ભારેથી અતિભારે પડી શકે છે તેવું હવામાન વિભાગનું માનવું છે. ગુજરાતમાં પણ સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 5 દિવસ દરમિયાન ઉત્તરાખંડમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જોકે 21 ઓગસ્ટ એટલે આજે હિમાચલ પ્રદેશ અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. હરિયાણા, ચંડીગઢ, પંજાબ અને પૂર્વી રાજસ્થાનમાં આગામી 2 દિવસ સુધી સારો વરસાદ પડે તેવી પુરેપુરી સંભાવના છે. જ્યારે મધ્યપ્રદેશના 11 જિલ્લામાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું તો રાજસ્થાનના 10 જિલ્લામાં યલો અલર્ટ જાહેર કરવામાં આવેલું છે.

IMDની આગાહી પ્રમાણે, 23 ઓગસ્ટ સુધી પૂર્વોત્તર ભારત, પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને પંજાબમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. બિહારમાં આજે અને આવતીકાલે અનેક વિસ્તારોમાં તૂટક-તૂટક વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે ઉત્તર દિલ્હી, ઉત્તર-પૂર્વ દિલ્હી અને હરિયાણાના અનેક ભાગેમાં હળવો વરસાદ તો કેટલાંક સ્થળે ગાજવીજ સાથે વરસાદ તુટી પડશે.

આગામી પાંચ દિવસ સુધી દક્ષિણ દ્વીપકલ્પીય ભારતમાં પણ મુશળધાર વરસાદ વરસેતેવી સંભાવના છે. આ સમયગાળા દરમિયાન તામિલનાડુ, પોંડ્ડેચેરી, કેરળ, માહે, રાયલસીમા, કોસ્ટલ આંધ્રપ્રદેશ અને તેલંગાણાના વિસ્તારોમાં સારો વરસાદ પડવાની સંભાવના જોવા મળી રહી છે. ત્યારે બીજી બાજુ, ઉત્તર-પૂર્વ ભારત, ઉપ-હિમાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આગામી 5 દિવસ સુધી વરસાદ પડે તેવું IMDનું માનવું છે.

સ્કાઇમેટના અહેવાલ પ્રમાણે, શનિવારે ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મધ્યપ્રદેશના અનેક ભાગો, ઉત્તર-પૂર્વ રાજસ્થાન, વિદર્ભ, મરાઠવાડા, તેલંગાણા, કોસ્ટલ આંધ્રપ્રદેશ અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

તેલંગાણા, ઓડિશા, હરિયાણા, પંજાબ, દિલ્હી, રાયલસીમા, તામિલનાડુ અને હિમાચલ પ્રદેશના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના જોવા મળી રહી છે. આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, દક્ષિણ આંતરિક કર્ણાટક, કોસ્ટલ કર્ણાટક અને કેરળમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા રહેલી છે. છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, પૂર્વ રાજસ્થાન અને સૌરાષ્ટ્ર તથા કચ્છમાં ધીમી-ધારે વરસાદ વરસી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page