ફિલિપાઈન્સમાં એક કૂતરાએ એક વર્ષના બાળકનો જીવ બચાવવા માટે પોતાનો જીવ આપી દીધો. સીએનએન ફિલિપાઈન્સ તરફથી તેના ફેસબુક હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો હતો.
બે કૂતરાએ એક વર્ષના બાળકને બચાવવા માટે કોબ્રા સાથે બાથ લડી રહ્યા હતાં. ફિલિપાઈન્સના ઉત્તર કોટાબાટોના કિડપવનમાં એક કોબ્રા એક ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરતો હતો તે દરમિયાન બે કૂતરાઓએ તે અંદર જતા રોકી રહ્યા હતાં.
સીસીટીવીમાં જોઈ શકાય છે કે મીલી અને એક અન્ય સફેદ ડચશુંડ કૂતરો સાપને ઘરમાં જતો અટકાવવા માટે તેને સતત પૂંછડી પર બચકાં ભરી રહ્યા હતાં. આ દરમિયાન સાપે પણ કૂતરાઓને ડંખ માર્યા હોય તેવું લાગી રહ્યું છે.
કૂતરાં અને કોબ્રા વચ્ચે થયેલી આ જંગમાં અંતે કોબ્રાનું મોત થયું હતું. જોકે, આ દરમિયાન સફેદ કલરનો ડચશુંડ બચી ગયો હતો પરંતુ મીલીના શરીરમાં કોબ્રાનું ઝેર વધારે પ્રમાણમાં પ્રસરી ગયું હોવાથી તેનું પણ મોત થયું હતું.
કૂતરાના માલિક જેમ સલિમે સીએનએન ફિલિપાઈન્સને જણાવ્યું હતું કે, મીલીના મોતથી તેને ખૂબ દુઃખ છે. જોકે સાથે તેને એ વાતનું અભિમાન પણ છે કે મીલીના સાહસને કારણે તેના બાળકનો જીવ બચી ગયો હતો.
? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of excitement! ? The thrilling content here is a captivating for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exciting insights! #MindBlown Dive into this cosmic journey of discovery and let your imagination roam! ✨ Don’t just explore, immerse yourself in the excitement! #BeyondTheOrdinary ? will be grateful for this exciting journey through the worlds of discovery! ?