Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature Rightઅમદાવાદનો કિસ્સો: યુવતીના રૂમમાં મિત્રએ જ લગાવ્યો Camera, યુવકે મોબાઈલમાં જ પાડી...

અમદાવાદનો કિસ્સો: યુવતીના રૂમમાં મિત્રએ જ લગાવ્યો Camera, યુવકે મોબાઈલમાં જ પાડી લીધા ન્યૂડ ફોટો

અમદાવાદમાં પીજીમાં રહેતી એક યુવતીના રૂમમાં બીજા કોઈ નહીં પરંતુ તેના જ ફ્રેન્ડે હિડન કેમેરા લગાવ્યો હતો અને પોતાના ફોનમાં યુવક લાઈવ વીડિયો જોઈને મજા માણી રહ્યો હતો. અંધારામાં કેમેરાની લાઈટ દેખાતાં યુવતીએ કેમેરો પકડીને પોતાના મિત્રને ફોન કરીને તેને ધમકાવ્યો હતો. જોકે નફ્ફટ યુવકે યુવતીને હિડન કેમેરાથી લીધેલા તેના જ ન્યૂડ ફોટોગ્રાફ્સ મોકલી આપતાં યુવતીને આઘાત લાગ્યો હતો અને ગભરાઈ ગઈ હતી.

બહારથી અમદાવાદ રહેવા આવેલી યુવતી રહેવા માટે પીજી શોધી રહી હતી. જેના માટે તેણે પોતાના એક ફ્રેન્ડની મદદ લીધી હતી. યુવકની મદદથી પીજી મળી ગયું હતું ત્યાર બાદ યુવતી પોતાના મિત્રને સારો વ્યક્તિ સમજી રહી હતી. તેવામાં ઉનાળામાં એસીને કારણે બિલ વધારે આવતાં યુવતીએ પીજીના સંચાલક સાથે વાત કરી પોતાના રૂમનું વીજળીનું મીટર અલગથી લગાવવા કહ્યું હતું.

મીટર લગાવવા માટે યુવતીએ પીજી શોધવામાં મદદ કરનારા યુવકની ફરી મદદ માગી હતી. જોકે મીટર લગાવવાના બહાને યુલતીના આ કહેવાતા મિત્રએ રૂમની સ્વીચ બોર્ડમાં હિડન કેમેરો ફીટ કરી દીધો હતો. કેમેરો એવી રીતે ફીટ કર્યો હતો કે, યુવતીની રૂમમાં થતી દરેક હિલચાલને યુવક પોતાના મોબાઈલમાં લાઈવ જોઈ શકતો હતો.

સાંજે અંધારું થતાં કેમેરાની લાઈટને કારણે યુવતીની નજરમાં કેમેરો આવી ગયો હતો. તે દિવસે પોતાના મિત્ર સિવાય રૂમમાં કોઈ આવ્યું ન હોવાથી યુવતીએ આ કેમેરો ફિટ કરનાર શખ્સ બીજો કોઈ નહીં પરંતુ તેનો મિત્ર જ છે તેવો અંદાજ આવી જતાં યુવતીએ તેને ફોન કરીને ધમકાવ્યો હતો.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the universe of excitement! ? The thrilling content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exhilarating insights! #MindBlown Embark into this cosmic journey of knowledge and let your imagination roam! ✨ Don’t just read, experience the thrill! ? Your mind will thank you for this exciting journey through the dimensions of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page