Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature Rightઅતિભારે વરસાદની આગાહીને લઈને 8,9 અને 10 ઓગસ્ટે ગુજરાતના આ વિસ્તારો હાઈ-એલર્ટ

અતિભારે વરસાદની આગાહીને લઈને 8,9 અને 10 ઓગસ્ટે ગુજરાતના આ વિસ્તારો હાઈ-એલર્ટ

અમદાવાદ: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ખાસ કરીને તા. 8, 9 અને 10 દરમિયાન સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને ચેતવણી પણ આપી છે. આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે.

હાલમાં બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર ડીપ ડિપ્રેશનમાં પરિણમ્યું છે અને આ સિસ્ટમ વધુ મજબૂત બનવાની સાથે આગામી 48 કલાકમાં પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા અને છત્તીસગઢને પાર કરી મધ્ય ભારત તરફ આગળ વધશે. જેને લઈને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

8થી 10 ઓગસ્ટે ગુજરાતમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે દક્ષિણ ગુજરાતથી બંગાળની ખાડીની આ સિસ્ટમ સુધી એક હવાના ચક્રવાતની સ્થિતિ પણ યથાવત રહી છે જેનો લાભ દક્ષિણ ગુજરાતને આગામી બે દિવસ સુધી મળતો રહેશે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાત તેમજ બંગાળની ખાડીનાં ઉત્તર પશ્ચિમ, દક્ષિણ છત્તિસગઢ અને દક્ષિણ ઓડિશામાં સાયક્લોનિક સર્ક્યૂલેશન સર્જાયું છે. જેની અસરનાં કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. 9 અને 10 તારીખે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતનાં અનેક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમની અસર ગુજરાતમાં પડવાની સંભાવના રહેલી છે. આગામી 8,9 અને 10 ઓગસ્ટે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આણંદ, ખેડા અને વડોદરા હવામાન વિભાગે રેડ અલર્ટ આપી દીધું છે. ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ લો-પ્રેશર સિસ્ટમની અસરથી ગુજરાતમાં પડશે. આગામી પાંચ દિવસ સુધી માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the universe of wonder! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of inspiring insights! #InfinitePossibilities Dive into this cosmic journey of imagination and let your thoughts fly! ? Don’t just enjoy, immerse yourself in the thrill! #BeyondTheOrdinary Your mind will be grateful for this exciting journey through the dimensions of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page