499 વર્ષ બાદ હોળી પર બનશે ખાસ યોગ, હોળિકાની પૂજા કરવાથી ઘરમાં આવશે પૈસા ને વૈભવ

Religion

અમદાવાદઃ હોળીનો તહેવાર રંગોનો તહેવાર છે. ભારતભરમાં આ દિવસે લોકો એકબીજાને રંગ લગાવી ગળે મળે છે. આ વખતે હોળી 9 અને 10 માર્ચે છે. ફાગણ મહિનાની પૂનમના દિવસે હોળીકા દહન કરવામાં આવે છે અને બીજા દિવસે રંગોના તહેવાર ધૂળેટીની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે હોળીનું મહત્વ ખાસ છે, કારણકે આ વખતે ગ્રહોનો પણ 499 વર્ષ બાદ ખાસ સંયોગ બને છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ, આ ખાસ યોગ વિશે કેટલીક જાણવા જેવી વાતો.

હિંદુ પંચાંગ અનુસાર, આ વખતે ફાગણ મહિનાની પૂનમ 9 માર્ચે છે. આ દિવસ ધન-વૈભવ માટે ખૂબ જ સારો ગણાય છે. આ જ કારણે કરિયર અને ધન સંપત્તિના કારક ગણાતા દેવતાઓના ગુરૂ અને ન્યાયના દેવતા શનિ પોતપોતાની રાશિમાં રહેશે. એટલે દેવ ગુરૂ ધન રાશિમાં અને શનિ મકર રાશિમાં રહેશે.

આ સંયોગ આ પહેલાં 3 માર્ચ 1521 માં બન્યો હતો. હોળીના તહેવારે આ વખતે ગ્રહોના આ ખાસ સંયોગના કારણે તહેવાર વધારે વૈભવશાળી રહેશે. હોળીકા દહનથી બધાંનાં કષ્ટ દૂર થશે.

આમ તો ભદ્રાના સાયામાં હોળીકા દહન કરવું અશુભ ગણાય છે, પરંતુ આ વખતે તમે કોઇપણ જાતની ચિંતા વગર તહેવાર ઉજવી શકો છો. કારણકે આ વખતે હોળી પર ભદ્રા યોગ બનતો નથી. હોળીકા દહનનો શુભ સમય 6: 32 મિનિટ થી 6:50 સુધીનો ગણાય છે. સિદ્ધિ યોગ હોવાથી આ સમયે પૂજા કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *