હોળીકા દહન પહેલાં ઘરમાં આ ઉપાય, ક્યારેય નહીં ખૂટે પૈસા, હંમેશાં રહેશો માલામાલ

Religion

અમદાવાદઃ હોળી રંગો અને ખુશીઓનો તહેવાર છે. આ દિવસે લોકો એકબીજાને રંગ લગાવે છે અને જાત-જાતનાં પકવાન ખાય છે. ધૂળેટીના એક દિવસ પહેલાં એટલે કે, હોળીના દિવસે હોળીકા દહન થાય છે. આ વર્ષે હોળીકા દહન 09 માર્ચે અને ધુળેટી 10 માર્ચે ઉજવવામાં આવશે. હોળીકા દહન પહેલાં કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો હોળીકા દહન પહેલાં કેટલાક ઉપાયો કરવામાં આવે તો, આખા વર્ષ દરમિયાન ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ જળવાઇ રહે છે. હોળીકા દહન અને પૂજાનું મહત્વ પુરાણોમાં પણ વર્ણવવામાં આવ્યું છે અને એવું માનવામાં આવે છે કે, હોળીની પૂજા કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે અને સુખ-શાંતિ આવે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ, હોળીકા દહન પહેલાં કયાં કામ કરવાં જોઇએ.

શું કરવું હોળીકા દહન પહેલાં: હોળીકા દહન પહેલાં તમારે અને પરિવારના બધા જ સભ્યોએ આખા શરીર પર હળદરના ઉબટનમાં સરસવનું તેલ મિક્સ કરી લગાવવું. આમ કરવાથી મનની અશાંતિ દૂર થાય છે. આ ઉબટન લગાવ્યા બાદ બરાબર રીતે સ્નાન કરી લેવું.

એવી માન્યતા છે કે, હોળીકા દહન પહેલાં પાંચ કે અગિયાર ગાયનાં છાણાં, એક મુઠી રાઇ અને સૂકા નારિયેળના ગોળાને પોતાની પાસે રાખવાં. ત્યારબાદ તેમાં જવ, તલ, ખાંડ, ચોખા અને ઘી મિક્સ કરી હોળીની અગ્નિમાં પ્રવાહિત કરો. આમ કરવાથી ઘરમાં રહેલ બધી જ નકારાત્મકતાઓ દૂર થાય છે અને ચારેય તરફ ખુશીઓ ફેલાય છે. હોળીકા દહન પહેલાં કે પછી સાંજના સમયે ઘરમાં ઉત્તર દિશામાં શુદ્ધ ઘીનો દિવો ચોક્કસથી કરવો. એવી માન્યતા છે કે, આમ કરવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે.

હોળીકાની પરિક્રમા કરવાનું પણ ખાસ મહત્વ છે. એમ કહેવાય છે, પરિક્રમા કરવાથી દરેક પ્રકારની મુશ્કેલીઓ, રોગ અને દોષ ખતમ થઈ જાય છે. એટલે હોળીકાની પરિક્રમા ચોક્કસથી કરવી જોઇએ. હોળીકાની ફરતે 7 વાર પરિક્રમા કરવી અને જળ અર્પિત કરવું. આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

હોળીકા દહન બાદ શું કરવું: હોળીકા દહન બાદ હળદરનું તિલક ચોક્કસથી કરવું. તેનાથી શરીરમાં સકારાત્મકતા આવે છે. આ ઉપરાંત બધી જ વાસ્તુઓ અગ્નિમાં અર્પિત કર્યા બાદ તે ભસ્મ થઈ જાય એટલે સુખ- શાંતિની પ્રાર્થના જરૂર કરો.

હોળીકા દહનનાં શુભ મુહૂર્તઃ હોળીકા દહન 9 માર્ચ 2020 , સોમવારે સાંજે કરવામા આવશે, સંધ્યાકાળ મુહૂર્ત: સાંજે 06:22 વાગ્યાથી રાત્રે 08:49 વાગ્યા સુધીનાં મુહૂર્ત હોળીકા દહન માટે શુભ છે, ભદ્રા પુંછાનું મુહૂર્ત; સવારે 09:50 વાગ્યાથી 10:51 વાગ્યા સુધી ભદ્રા પુંછા રહેશે, ભદ્રા મુખા : સવારે 10:51 વાગ્યાથી 12:32 વાગ્યા સુધી ભદ્રા મુખા રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *