Friday, September 29, 2023
Google search engine
HomeGujaratઅનોખી સેવા, આ ગુજરાતી પરિવાર મધમાખીને પાણી પીવડાવી તરસ છીપાવે છે

અનોખી સેવા, આ ગુજરાતી પરિવાર મધમાખીને પાણી પીવડાવી તરસ છીપાવે છે

અંદાડા ગામે રહેલા મોહમદ મુલતાની અને તેમની માતા મુનેરાબેન મુલતાનીની અનોખી સેવાએ લોકોમાં કુતૂહુલ સર્જી દીધું છે. મધમાખીને ઉડતી જોતાની સાથે જ ડંખ ન મારે તે માટે સ્વબચાવ માટે સુરક્ષિત સ્થળ પર દોડી જવાનું મન થાય ત્યારે આ પરિવારની તો મધમાખી સભ્ય જ બની ગઈ હોય તેવી લાગી રહ્યું છે.

આ મુલતાની પરિવારમાં વાડામાં ઝાડ છે જેના પર ચારથી પાંચ જેટલા મધપૂડા લાગ્યા છે, દિવસ દરમિયાન મધમાખી ઓ કાળઝાળ ગરમી સામે રક્ષણ મેળવવા અને પાણીની તરત છુપાવવા માટે ઘરના વાડામાં રાખેલા પ્લાસ્ટિક ના ડ્રમ પર પાણી પીવા માટે બેસતી હતી, પરંતુ ડ્રમની અંદરથી પાણી પીવું એ મધમાખી માટે અશક્ય હતું.

મુનેરાબેને મધમાખીઓને પાણી પીવા માટે કરવો પડતો સંઘર્ષ નજરે જોયો અને તેમને એક વાસણમાં પાણી ભરીને ડ્રમ પર રાખ્યું હતું પરંતુ તેમાંથી પણ મધમાખી માટે પાણી પીવું અશક્ય હતું.

ત્યારે મુનીરાબેન અને તેમના પુત્ર મોહમદે પ્લાસ્ટિકના ડ્રમના ઢાંકણમાં જ ડ્રમ ઉપર પાણી ભરવાનું શરૂ કર્યું અને જોયું કે મધમાખીઓનું ઝુંડ આવીને પાણી પીવે છે. ત્યારે આ મુલતાની પરિવારે મધમાખી માટે પાણીની સેવા શરૂ કરતાં મધમાખી હવે તેમના પરિવારનો એક હિસ્સો બની ગઈ હોય તેવી લાગણી તેઓએ વ્યક્ત કરી રહ્યાં છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page