થાઈલેન્ડમાં જઈને ભૂલી જાવ કોરોના, માત્ર 72 રૂપિયામાં થશે હોટલનું બુકિંગ

International

બેંગકોકઃ ભારતના લોકો માટે અને તેમાંય ગુજરાતીઓ માટે થાઈલેન્ડ ફેવરિટ ટૂરિસ્ટ પ્લેસ રહ્યું છે. થાઈલેન્ડનું શહેર ફૂકેટ વિશ્વભરના લોકોને પસંદ છે. આ રોમેન્ટિક પ્લેસ તરીકે જાણીતું છે. અહીંયાની હોટલ, બીચ તથા એડવેન્ચર પ્લેસ ટૂરિસ્ટને ઘણાં જ ગમે છે. અહીંયાની દરેક સિઝન લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.

ઉલ્લેખનીય છે કે ફૂકેટ આવતા મહિનેથી એટલે કે જુલાઈથી વેક્સિન લગાવનાર દરેક આંતરરાષ્ટ્રીય યાત્રીઓને પોતાના દેશમાં આવવાની પરમિશન આપી રહ્યું છે. ખાસ વાત એ છે કે થાઈલેન્ડમાં એક પર્યટન ગ્રુપે આ કેમ્પેઈન ચાલ કર્યું છે. આ કેમ્પેઈન હેઠળ હોટલમાં સસ્તા રૂમ આપવામાં આવશે. આ કેમ્પેઈનને વન નાઈટ વન ડોલર તરીકે ઓળખામાં આવે છે. આ કેમ્પેઈનને થાઈલેન્ડની પર્યટન સમિતિ ચલાવે છે.

આ યોજના હેઠળ એક ડોલર એટલે કે 72 રૂપિયામાં એક રૂમ મળશે. આ ઉપરાંત હોટલના અન્ય રૂમ પણ એક ડોલર પ્રતિ રાત માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. સામાન્ય રીતે આ રૂપિયા એક રાતના 2328થી લઈ 6084 સુધીના ભાવમાં મળતા હોય છે. સૂત્રોના મતે, જો આ અભિયાન સફળ સાબિત થયું તો આ રીતે કોહ સમુઈ તથા બેંગકોકના અન્ય લોકપ્રિય પર્યટન સ્થળ પર પણ શરૂ કરવામાં આવશે.

થાઈલેન્ડના પર્યટનના ગર્વર યુથાસાક સુપાસોર્ને એક પ્રેસ રિલીઝમાં કહ્યું હતું કે ફૂકેટને ક્રમબદ્ધ રીતે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને દેશમાં આવવાની પરવાનગી આપી રહ્યું છે. પહેલી જુલાઈથી સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આવવાની પરવાનગી છે. જોકે, જે પણ ફૂકેટમાં આવે, તેમણે ફરજિયાત વેક્સિન લગાવેલી હોવી જોઈએ. પ્રવાસીઓએ નિયમોનું કડકાઈથી પાલન કરવું પડશે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પર્યટન સમિતીના પ્રમુખ ચમન શ્રીસાવતે કહ્યું હતું કે છેલ્લાં 15 મહિનાથી કોરોનાને કારણે થાઈલેન્ડ આર્થિક સમસ્યા સામે લડી રહ્યું છે. લાખોની સંખ્યામાં લોકો બેકાર થયા છે. આ સમયે ટૂરિસ્ટ જ તેમને બચાવી શકે તેમ છે.

કોરોનાને ધ્યાનમાં રાખીને ફૂકેટ 70 ટકા વસતીનું વેક્સિનેશન કરાવવા માગે છે. ત્યારબાદ જ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને દેશમાં આવવાની પરવાનગી આપવામાં આવશે. રિપોર્ટ પ્રમાણે, થાઈલેન્ડમાં કોરોનાને કારણે 1236 લોકોના મોત થયા છે. આ સાથે જ અત્યાર સુધી 1.77 લાખ કેસ સામે આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *