Tuesday, April 16, 2024
Google search engine
HomeInternationalઅમેરિકાના આંગણે આ મહિલા PM નરેન્દ્ર મોદી માટે તૈયાર કરશે નાસ્તો, લંચ...

અમેરિકાના આંગણે આ મહિલા PM નરેન્દ્ર મોદી માટે તૈયાર કરશે નાસ્તો, લંચ અને ડિનર

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના કાર્યક્રમ માટે અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટનમાં પહોંચ્યા છે. રવિવારે તેઓ ‘હાઉડી મોદી’ સમારોહમાં ભારતીયનો સંબોધિત કરશે. આ સમારોહમાં 50,000થી વધારે લોકો ભાગ લેશે જેમાં અમેરિકાના 48 રાજ્યોમાં રહેનારા ભારતીય મૂળના લોકો, અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકન સાંસદ અને મેયર પણ ઉપસ્થિત રહેશે.

હ્યુસ્ટનમાં નરેન્દ્ર મોદી માટે ખાસ પકવાન તૈયાર કરવામાં આવ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી માટે સ્પેશિયલ ‘નમો થાળી’ તૈયાર કરવામાં આવી છે. ભારતીય રેસ્ટોરાં ચલાવતા ભારતીય મૂળના શેફ કિરણ વર્મા હ્યુસ્ટનમાં મોદી માટે નાસ્તો, લંચ અને ડિનર તૈયાર કરશે તેવું જાણવા મળ્યું છે.

સુત્રો પ્રમાણે, નરેન્દ્ર મોદી માટે બે પ્રકારની થાળી ‘નમો થાળી’ અને ‘નમો મિઠાઈ’ રાખવામાં આવશે. આ બધી ડિશો ચોખ્ખા ઘીથી બનાવેલી હશે. ‘નમો થાળી’માં થેપલા, મિન્ટ ચટણી સાથે સમોસા, આંબલીની ચટણી સાથે કચોરી, કઢી અને ખીચડી અને ખાંડવી રાખવામાં આવી છે. જ્યારે ‘નમો મિઠાઈ’માં ગાજરનો હલવો, રસમલાઈ, શ્રીખંડ, ગુલાબજાંબુ અને ખીર જેવી મિઠાઈ હશે.

નરેન્દ્ર મોદી આ બંને થાળી ટેસ્ટ કર્યાં બાદ તેને રેસ્ટોરાંના રેગ્યુલર મેનુમાં શામેલ કરવામાં આવશે. શેફ કિરણ મૂળ ઓડિશામાં જન્મ્યા છે. તેમણે કહ્યું હતું કે, તેઓ પહેલીવાર પીએમ મોદી માટે ફૂડ તૈયાર કરી રહ્યા છે. આ માટે તેમણે મોદીને શું ભાવે છે અને તેમના બર્થ-ડેના દિવસે હિરાબાએ કઈ ડિશો તૈયાર કરી હતી તેના પર ઘણી રિસર્ચ કરી છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the galaxy of excitement! ? The captivating content here is a rollercoaster ride for the mind, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of inspiring insights! #InfinitePossibilities ? into this exciting adventure of imagination and let your thoughts soar! ✨ Don’t just explore, experience the excitement! #FuelForThought Your mind will thank you for this thrilling joyride through the realms of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page