અમદાવાદઃ હિંમતનગરના વતની આનંદ પટેલે સિવિલ સર્વિસ એક્ઝામમાં વર્ષ 2009માં 32મો રેન્ક મેળવ્યો હતો અને ગુજરાતમાં પ્રથમ નંબર આવ્યો હતો. નવાઈની વાત એ છે કે તેમણે પ્રથમ પ્રયાસમાં જ એક્ઝામ પાસ કરી દીધી હતી. બાર સાયન્સમાં 80 ટકા આવ્યા હતાં અને એમબીબીએસમાં માર્ક્સ થોડાં ઓછા પડ્યાં હતાં અને તેથી એડમિશન મળ્યું નહીં. ત્યારબાદ તેમણે પીટીસી કરીને વિદ્યા સહાયકમાં પાંચ વર્ષ સુધી ફિક્સ પગારમાં નોકરી કરી હતી. નોકરીની સાથે બીએ પણ કર્યું હતું. આનંદ પટેલના માતા-પિતા શિક્ષક છે અને તેમના ભાઈ-ભાભી ડોક્ટર છે.
પાટણના કલેક્ટર આનંદ પટેલે પહેલાં જ ટ્રાયલમાં UPSCની પરીક્ષા ક્રેક કરી હતી IAS આનંદ પટેલ હાલ પાટણ કલેક્ટર તરીકે ફરજ બજાવે છે IAS આનંદ પટેલે ગુજરાતમાં પ્રથમ અને ભારતમાં 32મો રેન્ક મેળવ્યો હતો UPSC ક્રેક કર્યા બાદ આનંદ પટેલનું ભુજમાં પહેલું પોસ્ટિંગ હતું હિંમતનગરમાં અભ્યાસ કર્યો, ધોરણ 12 સાયન્સમાં 80% આવ્યા પીટીસી કરી શાળામાં વિદ્યાસહાયક તરીકે મળી નોકરી. 2500ના ફીક્સ પગારમાં 5 વર્ષ સુધી શિક્ષક તરીકે નોકરી કરી. આનંદ પટેલના પરિવારમાં માતા-પિતા અને ભાઈ-ભાભી છે. માતા-પિતા શિક્ષક છે, ભાઈ અને ભાભી ડોક્ટર છે. 2016માં આનંદ પટેલને ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીનો એવોર્ડ મળ્યો હતો.
અથાગ પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી.અભિનંદન