ટીવી સ્ટાર રામ કપૂરના ડાયેટ પ્લાનને ફોલો કરીને તમે બની શકો છો સ્લિમ

Recipe

અમદાવાદ: ‘બડે અચ્છે લગતે હૈ’, ‘કસમ સે’ ટીવી સીરિયલમાં પોતાની એક્ટિંગથી બધાના દીલ જીતી લેનાર રામ કપૂર થોડાક દિવસ પહેલાં પોતાની ફીટનેસને લઈને ચર્ચામાં આવ્યો હતો. એક્ટર પોતાની તસવીરો સોશ્યલ મીડિયામાં શેર કરી હતી. પહેલાં વધુ વજન સાથે જોવા મળતો રામ કપૂર અચાનક એકદમ ફીટ દેખાતો હતો. પહેલાંના અને અત્યારની ફીટનેસમાં જમીન આસમાનનો ફર્ક લાગે છે. એક્ટરનો નવો અવતાર જોઈને બધા લોકો એક જ સવાલ પૂછી રહ્યા હતા કે તેણે પોતાનું વજન કેવી રીતે ઘટાડ્યું હશે? તો આવો જાણીએ રામ કપૂરના ડાયેટ પ્લાન અને વર્ક આઉટ વિશે.

ઈન્ટરમિન્ટેટ ફાસ્ટીંગ (16:8 ડાયેટ પ્લાન)
રામ કપૂરના ડાયેટની ખાસ વાત એ છે કે તે ઈન્ટરમિન્ટેટ ફાસ્ટીંગને ફોલો કરે છે. દુનિયાના અનેક લોકો દ્વારા અપનાવવામાં આવતો ફેમસ ડાયેટ પ્લાન છે. જેને 16:8 ડાયેટ પ્લાન પણ કહેવામાં આવે છે. જેમાં દિવસના 24 કલાકમાંથી કોઈ પણ સળંગ 16 કલાક સુધી કંઈ જ ખાવાનું હોતું નથી. તમે 16 કલાકના આ ઈન્ટરમિન્ટેટ ફાસ્ટીંગના સમયમાં ફક્ત પાણી જ પી શકો છો. જ્યારે બાકીના 8 કલાકમાં તમે કેલરીની ગણતરી સાથે ખાય શકો છો. આ 8 કલાકના વિન્ડો પિરીયડમાં હેલ્ધી ખોરાક લેવાનો રહે છે. જોકે સળંગ 16 કલાક ભૂખ્યા રહેવું બધાના બસની વાત નથી.

મહિનાના બધા દિવસ આ ડાયેટ ફોલો ના થાય તો અમુક દિવસ પણ કરી શકાય છે. આ ડાયેટ પ્લાનનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં ચરબી જલ્દીથી ઓગળે છે. ઉપરાંત એક સંસોધન મુજબ ઈન્ટરમિન્ટેટ ફાસ્ટીંગથી ફક્ત વજન જ ઓછું નથી થતું, પણ બ્લડ પ્રેસર પણ કન્ટ્ર્રોલમાં રહે છે.

રેગ્યુલર વર્ક આઉટ: રાજ કપૂર રોજ સવારે વહેલો ઉઠી જાય છે. આ ઉપરાંત તે હેવી વેઈટ ટ્રેનિંગ પણ કરે છે. સવારે જ નહીં રાત્રે સૂતા પહેલાં પણ તે કાર્ડિયો એક્સરસાઈઝ કરે છે.

કોણ-કોણ ફોલો કરે છે આ ડાયેટ પ્લાન : વિદેશમાં આ ડાયેટ પ્લાન ખૂબ ફેમસ છે. હોલિવૂડ અભિનેતા હ્યુજ જેકમેન, નિકોલ કીડમેન, બિયોન્સ, જેનિફર લોપેઝ વગેરે આ ડાયેટને ફોલો કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *