Tuesday, April 16, 2024
Google search engine
HomeGujaratઅચાનક જ મહેમાન આવી ગયા? માત્ર 10 મિનિટમાં ઘરે માઈક્રોવેવમાં બનાવો નાયલોન...

અચાનક જ મહેમાન આવી ગયા? માત્ર 10 મિનિટમાં ઘરે માઈક્રોવેવમાં બનાવો નાયલોન ખમણ

અમદાવાદઃ અચાનક જ કોઈ મહેમાન આવી જાય અને 10 મિનિટમાં નાસ્તો આપવો હોય તો શું આપવું? બજારમાં મળતા પેકેટ્સ અને નાસ્તો કેવો હોય એ કોને ખબર? જો ઘરમાં માઈક્રોવેવ હોય તો 10 મિનિટમાં જ નાયલોન ખમણ બનાવી શકાય છે અને ચા સાથે નાસ્તામાં ખમણ આપીને મહેમાનોને ખુશ કરી શકાય છે. તો આજે આપણે શીખીએ માઈક્રોવેવમાં કેવી રીતે નાયલોન ખમણ બનાવી શકાય?

સામ્રગીઃ

1 કપ બેસન
2 ટેબલસ્પૂન સોજી
1/8 ટી સ્પૂન હળદર
2 ટી સ્પૂન ખાંડ
2 ટી સ્પૂન લીંબુનો રસ અથવા લીંબુના ફૂલ
અડધો ટૂકડો આદુ (બારીક પીસેલું)
2 લીલા મરચાં (બારીક પીસેલા)
1 ટી સ્પૂન ઈનો ફ્રૂટ સોલ્ટ
1 કપ પાણી (જરૂરિયાત પ્રમાણે વધુ લઈ શકાય)
મીઠું (સ્વાદ મુજબ)

વઘાર માટેઃ
1 ટેબલસ્પૂન તેલ
1/4 ટી સ્પૂન રાઈ, જીરું
1/4 તલ
1/4 હિંગ
2 ટેબલસ્પૂન પાણી
નારિયેળનું ઝીણ (ફાવતું હોય તો ઉપર નાખી શકાય)
કોથમીર (ઝીણી સમારેલી)

રીતઃ
1. એક બાઉલમાં ઈનો સિવાયની તમામ સામ્રગી લઈને મિક્સ કરવી. ધીમે ધીમે પાણી ઉમેરવું. એકદમ સ્મૂથ ખીરું તૈયાર કરવું. માઈક્રોવેવ પ્રૂફ ડીશ (બેકિંગ ટ્રે)માં બે-ત્રણ તેલ નાખીને ગ્રીસ કરવી.

2. ખમણના મિશ્રણમાં ઈનો ઉમેરીને 2-3 મિનિટ સુધી ફીણવું. ત્યારબાદ ગ્રીસ કરેલી માઈક્રોવેવ પ્રૂફ ડીશ કે બેકિંગ ટ્રેમાં ખીરું પાથરવું.

3. માઈક્રોવેવમાં ટાઈમ 4-5 મિનિટનો સેટ કરવો. ટાઈમ થઈ જાય એટલે ખમણની ડિશ બહાર કાઢીને ઠંડી થવા દેવી.

4. પાંચ મિનિટ પછી ખમણને ચોરસ આકારમાં કટ કરવા. ખમણના કટકા સર્વિંગ પ્લેટમાં લેવા.

5. વઘાર માટે તેલ મૂકો. તેમાં રાઈ-જીરું-હિંગથી વઘાર કરો. ગેસ બંધ કરીને તેમાં પાણી નાખો. આ વઘાર ખમણ પર રેડી દો. ત્યારબાદ કોથમીર તથા નારિયેળનું ઝીણ નાખવું.

6. તૈયાર છે ગરમા ગરમ નાયલોન ખમણ. ચા કે ચટણી સાથે સર્વ કરો.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of endless possibilities! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of inspiring insights! #MindBlown Embark into this exciting adventure of imagination and let your imagination roam! ? Don’t just read, immerse yourself in the thrill! #FuelForThought Your brain will be grateful for this exciting journey through the worlds of endless wonder! ?

  2. I engaged on this gambling website and won a substantial amount, but eventually, my mom fell ill, and I required to take out some money from my casino account. Unfortunately, I encountered issues and was unable to finalize the cashout. Tragically, my mom passed away due to the online casino. I plead for your assistance in lodging a complaint against this site. Please help me in seeking justice, so that others won’t undergo the pain I am going through today, and avert them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page