Thursday, April 11, 2024
Google search engine
HomeNationalયુવતી તેના મંગેતરને ટેકર પર લઈ ગઈ, સરપ્રાઈઝ આપવી છે કહીને આંખો...

યુવતી તેના મંગેતરને ટેકર પર લઈ ગઈ, સરપ્રાઈઝ આપવી છે કહીને આંખો બંધ કરાવ, પછી જે કર્યું એ…

એક યુવકને તેની મંગેતર જે સરપ્રાઈઝ આપી હતી તે જિંદગીભર નહીં ભૂલે. 28 વર્ષીય યુવકના તાજેતરમાં લગ્ન જ નક્કી થયા હતા. તે પોતાના લગ્નથી ખુશ હતો. તે 20 વર્ષની મંગેતર સાથે 20 મેના રોજ લગ્ન કરવાનો હતો. દરમિયાન યુવકને તેની ફિયાન્સી સરપ્રાઈઝ કરવાના નામે ટેકરી પર લઈ ગઈ. અહીં તેણે યુવકને સરપ્રાઈઝ આપવાના નામે આંખો બંધ કરવા કહ્યું હતું. યુવાને તરત જ આંખો બંધ કરી દીધી. પછી યુવતીએ છરી કાઢીને મંગેતરના ગળા પર મૂકી દીધી હતો.

આ ખૂબ જ ચકચારી બનાવ આંધ્ર પ્રદેશના કોમલ્લાપુડી ગામનો છે. ગામના 28 વર્ષીય યુવક રામુનાયુડુ જે હૈદરાબાદમાં વૈજ્ઞાનિકની નોકરી કરે છે તેના પુષ્પા નામની યુવતી સાથે સંબંધો બંધાયા હતા. બંનેની સગાઈ થઈ ગઈ હતી. લગ્ન 20 મેના રોજ થવાના હતા. પરંતુ તે પહેલા યુવતીએ આ કાંડ કર્યો હતો.

યુવક રામુનાયુડુ તેની મંગેતર પુષ્પાને મળવા વિશાખાપટ્ટનમથી તેના ગામ આવ્યો હતો. બંનેને થોડી શોપિંગ પણ કરવી હતી એટલે તેઓ અનાકપલ્લી શહેર આવ્યા હતા. ખરીદી કર્યા પછી પુષ્પાએ મંગેતરને કહ્યું કે તે તેના મિત્રો સાથે પરીચય કરાવવા માંગે છે એમ કહીને તે તેને સાંઈબાબા આશ્રમની ટેકરી પર લઈ ગઈ. જ્યારે મંગેતરે પુષ્પાને તેમના મિત્રો વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે બધા કેક લેવા ગયા છે.

આ પછી પુષ્પાએ મંગેતરને આંખો બંધ કરવા કહ્યું. જ્યારે યુવકે કારણ પૂછ્યું તો કહ્યું કે તને સરપ્રાઈઝ આપવા માંગું છું. પછી રામુનાયુડુની આંખો બંધ કરી. પથી પુષ્પાએ તેના દુપટ્ટા વડે રામુનાયુડુની આંખ પર પટ્ટી બાંધી દીધી હતી. આ પછી પુષ્પાએ છરી કાઢીને મંગેતરના ગળા પર મૂકી દીધી. જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. કામ પૂર્ણ કર્યા બાદ પુષ્પા ત્યાંથી ભાગી ગઈ હતી.

ગંભીર રીતે ઘાયલ થયા બાદ યુવકે જાતે 108 એમ્બ્યુલન્સ સેવાને ફોન કરીને ઘટનાસ્થળે બોલાવી હતી. ત્યારબાદ એમ્બ્યુલન્સ તેને હોસ્પિટલ લઈ ગઈ. અહીં તેની હાલત નાજુક છે. બીજી તરફ યુવતીએ પોલીસને ગેરમાર્ગે દોરતા કહ્યું કે મંગેતરનો બાઇક સાથે અકસ્માત થયો હતો, તેથી તેની સગાઈ થઈ ગઈ. જો કે યુવકે હોસ્પિટલમાં ફિયાન્સી પોલ ખોલી નાખી હતી.

યુવકના નિવેદનના આધારે પોલીસે પુષ્પાની ધરપકડ કરી હતી. આકરી પૂછપરછ બાદ તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, પુષ્પાએ મંગેતરને મળતા પહેલા બજારમાંથી ત્રણ ચાકુ પણ ખરીદ્યા હતા. તે આ લગ્નથી ખુશ નહોતી. જેના કારણે તેણે આ ગુનો કર્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page