Tuesday, April 9, 2024
Google search engine
HomeFeature Bottomસારી કે ખરાબ, લોકો મારા વિશે વાત કરે છે એનો અર્થ એ...

સારી કે ખરાબ, લોકો મારા વિશે વાત કરે છે એનો અર્થ એ કે હું સુસંગત છું: કાર્તિક

લંડન: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 15 વર્ષ પહેલા ડેબ્યૂ કર્યા બાદ ટીમમાંથી સતત અંદર-બહાર થનારા વિકેટકિપર બેટ્સમેન કાર્તિકના પ્રદર્શનની હંમેશા ચર્ચા થતી રહે છે. દિનેશ કાર્તિક પોતાને ટીમ માટે ‘સુસંગત’ માને છે. વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી 15 એપ્રિલ થઈ હતી અને ઘણા નિષ્ણાતો એવા પક્ષમાં હતા કે 33 વર્ષીય કાર્તિકની જગ્યાએ પ્રતિભાશાળી યુવા વિકેટકિપર ઋષભ પંતને તક મળવી જોઈએ. મુખ્ય પસંદગીકાર એમ એસ કે પ્રસાદે વિકેટની પાછળ કાર્તિકને ઉત્તમ બતાવી આ ચર્ચાને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો.

કાર્તિકે કહ્યું, ”જો ફેમિલી અને મત્રોની દુઆઓ મારી સાથે ન હોત તો હું હજી સુધી રમતો ના હોત. સારી કે ખરાબ, જો લોકો તમારા વિશે વાત કરી રહ્યા છે તો એનો અર્થ છે કે તમે સુસંગત બન્યા છો. એ જોવું રાહતદાયક છે કે હું આટલા વર્ષો પછી પણ સુસંગત બની રહ્યો છું. અને ટીમનો હિસ્સો થવા માટે મહેનત કરી રહ્યો છું.”

છેલ્લાં બોલે સિક્સ મારી જીત્યા હતા દીલ

વિકેટ પાછળ ધોનીની નજીક પહોંચવામાં નિષ્ફળ રહેલા કાર્તિકે બેટિંગ પર વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું અને 2017માં ચેમ્પિયન ટ્રોફી બાદ ટીમમાં જગ્યા બનવવામાં સફળ રહ્યો છે. શ્રીલંકામાં નિદહાસ ટ્રોફીની ફાઈનલમાં છેલ્લાં બોલ પર કાર્તિકે સિક્સ મારીને જીત અપાવી ત્યારથી ટીમ મેનેજમેન્ટની ફિનિશરની શોધ પૂરી થઈ.

ઓસ્ટ્રેલિયા સામે ટીમમાં નહોતી મળ્યું સ્થાન

કાર્તિકને જોકે વર્લ્ડકપ પહેલા ઓસ્ટ્રેલિયા સામે ભારતની છેલ્લી સિરીઝમાં જગ્યા મળી નહોતી, ત્યાર બાદ વર્લ્ડકપમાં તેની પસંદગી બાબતે શંકા સેવાઈ રહી હતી. તેણે કહ્યું, ”ઓસ્ટ્રેલિયા સામે સિરીઝમાં પસંદગી ન થતા મને આશ્ચર્ય થયું હતું, પણ મને ભરોસો હતો અને અંતે મને છેલ્લાં બે વર્ષના પ્રદર્શનના આધારે પસંદ કરવમાં આવ્યો હતો.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of wonder! ? The thrilling content here is a thrilling for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exciting insights! #InfinitePossibilities ? into this exciting adventure of imagination and let your thoughts roam! ✨ Don’t just read, experience the excitement! ? Your brain will be grateful for this thrilling joyride through the worlds of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page