Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature RightIAS અધિકારીનું આ કારનામું જોઈને જ બોલી ઉઠશો, વાહ...શું અદ્દભૂત કામ કર્યું...

IAS અધિકારીનું આ કારનામું જોઈને જ બોલી ઉઠશો, વાહ…શું અદ્દભૂત કામ કર્યું છે

સિવિલ સેવામાં આવ્યા પછી ગરિમાસિંહ સતત ચર્ચામાં છે. પહેલાં IPS પછી IAS બનેલી ગરિમા સિંહે વર્ષ 2018માં આંગણવાડી કેન્દ્રને બાળકો માટે ડિઝની લેન્ડ જેવું બનાવી દીધું હતું. પહેલાં બાળક આવતાં ગભરાતા હતા. એટલે ગરિમાસિંહે પોતાના રૂપિયા ખર્ચ કરી આંગણવાડી કેન્દ્રને મોડેલ આંગણવાડી કેન્દ્રમાં બદલી નાખી છે. સોશિયલ મીડિયા પર તેમના આ પગલાંની ચર્ચા થઈ રહી છે. ગરિમા સિંહ અત્યારે ઝારખંડના હજારી બાગ જિલ્લામાં સમાજ કલ્યાણ અધિકારી તરીકે તહેનાત છે. તે મૂળ ઉત્તર પ્રદેશના બલિયાના ગામ કથૌલીમાં રહેવાસી છે.

આંગણવાડી કેન્દ્રને અનોખું બનાવી દીધું
ગરિમા સિંહે જણાવ્યું હતું કે, હજારીબાગના મટવારી સ્થિત આંગણવાડી કેન્દ્ર ખરાબ હાલતમાં હતું. બાળકો અહીં આવતાં નહોતાં. જો તેને સરખું ન કરવામાં આવે તો બાળકો તે પસંદ નહોતું આવતું. જેથી તેમણે આને સુધારવાનું વિચાર્યું. તેમણે અહીં વિઝિટ કરી અને પોતાના બચાવેલાં રૂપિયાથી નવું આંગણવાડી કેન્દ્ર‌ બનાવવા માટે કામ શરૂ કરી દીધું. આ કામમાં 50 હજારથી એક લાખ રૂપિયા સુધીનો ખર્ચો થયો હતો. તેમણે અહીં એક એજ્યુકેશનલ ચાર્ટ, ચેર, પુસ્તકોની વ્યવસ્થા કરી હતી. આંગણવાડી કેન્દ્રને તેમણે અનોખી રીતે નવું અને અનોખું બનાવી દીધું હતું. ગરિમા સિંહે જણાવ્યું હતું કે, બાળકો માટે તે જરૂરી હતું.

દરેક અધિકારી, જનપ્રતિનિધિ આવી પહેલ કરે
IAS અધિકારી ગરિમા સિંહે જણાવ્યું કે, હજારી બાગના કલેક્ટર રવિ શંકર શુક્લએ આનું ઉદ્ઘાટન કર્યું હતું. તે કહે છે કે, દરેક અધિકારી અને જન પ્રતિનિધિએ આવું પગલું ભરવું જોઈએ. એટલું જ નહીં તે આટલી સરળતાથી કરી શકે છે. તે આગળ પણ વધુ આંગણવાડી કેન્દ્રનો સરખા કરવાનો પ્રયત્ન કરશે.

ઉત્તર પ્રદેશની રહેવાસી છે ગરિમા સિંહ
ગરિમા સિંહ ઉત્તર પ્રદેશના બલિયાના કથૌલી ગામની રહેવાસી છે. 14 ફેબ્રુઆરી, 1987માં જન્મેલી ગરિમા સિંહ વર્ષ 2012માં IPS અધિકારી બન્યા હતા. વર્ષ 2016માં તે ઝાંસીમાં એસપી સિટીના પદ પર તહેનાત હતાં. આ દરમિયાન તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો અને તે IAS બની ગયાં હતાં. તે પહેલાં MBBS કરી ડૉક્ટર બનવા માગતાં હતાં, પણ તેમણે સિવિલ સેવામાં જવાનું વિચાર્યું હતું. તેમણે પિતાના કહેવાથી સિવિલ સર્વિસની તૈયારી શરૂ કરી દીધી હતી. દિલ્હી યૂનિવર્સિટીની સેન્ટ સ્ટીફન કોલેજથી BA, MA (હિસ્ટ્રી) કર્યાં પછી સિવિલ સર્વિસની તૈયારી કરી હતી. વર્ષ 2012માં પહેલી પરિક્ષામાં તેમણે સફળતાં હાંસલ કરી હતી.

ગરીબ બાળકોને ભણાવવાનો શોખ છે
ગરિમા સિંહે કહ્યું હતું કે, ઘણાં વિસ્તાર એવા છે જ્યાં ગરીબ બાળકો સ્કૂલે જઈ શકતાં નથી. તે બાળકોને ખુદ ભણાવવા માંગે છે. હજારીબાગમાં આંગણવાડી કેન્દ્ર સુધારવાની આ યોજનાનો ભાગ છે.

તેમનાં પરિવારમાં છે એક માત્ર IPS/IAS
ગરિમા સિંહ એક નાના ગામમાં જન્મ્યાં છે. તેમણે જણાવ્યું કે, પોતના પરિવારમાં પહેલી એવી વ્યક્તિ છે, જે IPS બની અને પછી IAS. તેમણે જણાવ્યું કે, IPS રહ્યા પછી તે IAS એટલે પસંદ કર્યું કેમ કે, IAS બન્યા પછી કદ વધી જાય છે અને લોકોની મદદ વધુ સારી રીતે થઈ શકે છે.

લખનઉ, ઝાંસીમાં છે લોકપ્રિય
ગરિમા સિંહ લખનઉમાં બે વર્ષ સુધી અંડરટ્રેનિંગ ASP તરીકે રહ્યાં હતાં. તેમણે લખનઉના ચર્ચિત મોહનલાલ ગંજ રેપ કેસની તપાસ ટીમના સામેલ કરાયા હતાં. આ પછી તે ઝાંસીમાં SP સિટી તરીકે લોકપ્રિય થયાં હતાં. આ ઉપરાંત તેમણે 1090ને સ્થાપિત કરવામાં મદદ કરી હતી.

RELATED ARTICLES

2 COMMENTS

  1. I engaged on this gambling website and succeeded a significant sum of money, but later, my mother fell sick, and I required to withdraw some money from my account. Unfortunately, I encountered difficulties and could not finalize the cashout. Tragically, my mom died due to this gambling platform. I plead for your help in lodging a complaint against this online casino. Please help me to achieve justice, so that others won’t experience the suffering I am going through today, and stop them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page