Friday, April 19, 2024
Google search engine
HomeSportsઅફઘાનિસ્તાનને 11 રને હરાવીને ભારતે વર્લ્ડ કપમાં 50મો વિજય મેળવ્યો

અફઘાનિસ્તાનને 11 રને હરાવીને ભારતે વર્લ્ડ કપમાં 50મો વિજય મેળવ્યો

નવી દિલ્હી: શનિવારે સાઉધમ્પ્ટન ખાતે અફઘાનિસ્તાન સામેની લો-સ્કોરિંગ મેચમાં બોલરોની અત્યંત ચુસ્ત બોલિંગની મદદથી ભારતે 11 રને વિજય મેળ‌વ્યો હતો. ભારતના 224 રન સામે અફઘાનિસ્તાન 213 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. ભુવનેશ્વરના સ્થાને ટીમમાં સામેલ મોહમ્મદ શમીએ ઈતિહાસ રચી નાખ્યો હતો. આ અગાઉ વર્લ્ડ કપમાં 1987માં ચેતન શર્માએ હેટ્રિક ઝડપી હતી.

શમીએ છેલ્લી ઓવરમાં હેટ્રિક ઝડપી હતી. ભારતે ટોસ જીતીને 50 ઓવરમાં 8 વિકેટના નુકશાન પર માત્ર 224 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાને નિયમિત સમયાંતરે વિકેટ ગુમાવવા છતાં મેચ પર પક્કડ જાળવી રાખી હતી. શમી અને બુમરાહે ભારતના વિજયમાં નોંધપાત્ર યોગદાન આપતાં અનુક્રમે 4 અને બે વિકેટ ઝડપી હતી. ભારતનો આ 50મો વર્લ્ડકપ વિજય છે. આ અગાઉ ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ પણ 50થી વધુ વિજય મેળવ્યા છે.

અફઘાનિસ્તાન વતી નબી, રહેમત શાહ અને નૈબે રંગ રાખ્યો હતો. આ ત્રણે રમતા હતા ત્યારે ભારત હારી જાય તેવું લાગતું હતું. નબીએ 52 રન, રહેમત શાહે 36 અને નૈબે 27 રન નોંધાવ્યા હતા. બુમરાહની 29મી ઓવરની બે વિકેટ અફઘાનિસ્તાનને ભારે પડી હતી.

મોહમ્મદ શમીએ 50મી ઓવરના ત્રીજા, ચોથા અને પાંચમા બોલે અનુક્રમે નાબી, આલમ અને રહેમાનને આઉટ કરીને હેટ્રિક ઝડપીને ઈતિહાસ રચ્યો હતો. નાબી લોન્ગ-ઓન પર કેચ આઉટ થયો હતો. જ્યારે પૂંછડીયા આલમ અને રહેમાન બોલ્ડ થયા હતા. આ પહેલા ભારત માટે ચેતન શર્માએ 1987ના વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હેટ્રિક લીધી હતી.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the universe of endless possibilities! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exciting insights! #InfinitePossibilities Embark into this exciting adventure of discovery and let your mind soar! ✨ Don’t just explore, immerse yourself in the excitement! #BeyondTheOrdinary ? will thank you for this thrilling joyride through the realms of awe! ?

  2. I played on this gambling site and secured a significant pile of earnings. However, eventually, my mother fell gravely ill, and I wanted to withdraw some money from my wallet. Unfortunately, I experienced problems and was unable to complete the withdrawal. Tragically, my mom died due to the online casino. I kindly ask for your help in addressing this issue with the online casino. Please help me in seeking justice, to ensure others do not face the pain I’m facing today, and avert them from facing similar misfortune. ??

  3. I played on this online casino platform and earned a significant pile of cash. However, eventually, my mom fell seriously sick, and I required to withdraw some funds from my wallet. Unfortunately, I encountered difficulties and couldn’t withdraw the funds. Tragically, my mother died due to this online casino. I kindly ask for your help in reporting this concern with the site. Please assist me in seeking justice, to ensure others won’t endure the anguish I’m facing today, and prevent them from undergoing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page