કેન્દ્રમાં મોદી સરકાર ફરી બને છે તો આ શેરોમાં થશે શકે છે અધધધ કમાણી!

Business

નવી દિલ્હી: Exit Poll 2019 બાદ કેપિટલ ગુડ્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ, પાવર અને એનબીએફસી સહિત સેક્ટરોમાં તેજી આવી હતી. Exit Pollમાં ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકાર બનશે તેવું સ્પષ્ટ અનુમાન છે. માર્કેટ વિશ્લેષકોને લાગે છે કે, જો બીજેપી પક્ષ ફરી સત્તા પર આવે છે તો શેરબજારના આ ક્ષેત્રોને લાભ કરી શકે છે.

બ્રોકરેજ ફર્મના સ્ટ્રેટેજી એન્ડ ઈન્વેસ્ટમેન્ટસના એક અધિકારીએ કહ્યું હતું કે, ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરવાની જાહેરાત કરી હતી. જેના કારણે રિયલ એસ્ટેટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બિલ્ડિંગ મટેરિયલ કંપનીઓમાં Exit Poll બાદ ખરીદી વધી છે. રોકાણકારો ખાનગી ક્ષેત્રની કોર્પોરેટ બેંકો અને રાસાયણિક કંપનીઓમાં પણ રસ ધરાવે છે.

Exit Pollમાં ભાજપના નેતૃત્વમાં એનડીએની વાપસી થવા પર મિડ કેપ શેરોનું ભાવી બદલાશે તેવું લાગી રહ્યું છે. Exit Poll બાદ નિફ્ટી ઈન્ડેક્સ સોમવારે 3.7 ટકા વધ્યો હતો જ્યારે નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સમાં 4.1 ટકાની અસાધારણ વૃદ્ધિ જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *