Sunday, April 14, 2024
Google search engine
HomeNationalભારે વરસાદને લઈને હવામાન વિભાગે ગુજરાત સહિત કયા 13 રાજ્યોમાં એલર્ટ જાહેર...

ભારે વરસાદને લઈને હવામાન વિભાગે ગુજરાત સહિત કયા 13 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું, જાણો

નવી દિલ્હી: ગુજરાત સહીત દેશના 13 રાજ્યોમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દેશના હવામાન વિભાગી પ્રમાણે, 13 રાજ્યોમાં આગામી 3 દિવસ ભારે વરસાદ થાય તેવી સંભાવના છે. જ્યારે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના મેદાની વિસ્તારોમાં 50-60 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાય તેવી શક્યતા છે.


હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્ય ઉપરાંત પૂર્વી ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અંદમાન નિકોબાર અને મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદ થાય તેવી સભાવના છે. ગુજરાત, મધ્ય પ્રદેશના પૂર્વના વિસ્તારો, આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તારો, કર્ણાટકના કાંઠાના વિસ્તારોમાં વરસાદ થશે.આગામી બે દિવસ દરમિયાન મરાઠાવાડ, ગુજરાત સહિત દક્ષિણ ભારતના પાંચ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી સાયક્લોનીક સર્ક્યુલેશન સક્રિય થયું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા આ સાયક્લોનીક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં સારો વરસાદ વરસ્યો છે.


ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટ મુજબ 18મી સપ્ટેમ્બર બાદ સાયક્લોનીક સર્ક્યુલેશન નબળું પડશે અને રાજ્યમાંથી ધીમેધીમે ચોમાસાની વિદાય થશે જ્યારે તાપમાનમાં વધારો પણ નોંધાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page