Monday, April 15, 2024
Google search engine
HomeGujaratગુજરાતમાં આગામી 5 દિવસ આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી 5 દિવસ આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદ મનમૂકીને વરસશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ આઠમી ઓગસ્ટથી 10મી ઓગસ્ટ સુધી અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. જામનગર, રાજકોટ, પોરબંદર, દ્વારકામાં પણ અતિભારે વરસાદની આગાહી છે. બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં પણ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક વિજીનલાલના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં સર્જાયેલા લૉ પ્રેશરને કારણે રાજ્યમાં સારો વરસાદ પડશે.

ગુજરાતમાં આગામી 5 દિવસ ફરીવાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે તો સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, વરસાદની એક સિસ્ટમ સક્રિય બની છે અને મોન્સૂન એક્ટિવિટીને કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને 8 અને 9 ઓગસ્ટે દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 177 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં છોટાઉદેપુરના ક્વાંટમાં 6 ઈંચ કરતાં વધુ વરસાદ થયો છે. બીજી તરફ, નવસારીના જલાલપોરમાં 5 ઈંચ અને સાબરકાંઠાના વડાલીમાં સાડાચાર ઈંચ વરસાદ ખાબક્યો છે.

આ ઉપરાંત ગઢડા, કપડવંજ, જૂનાગઢ, પલસાણા, તલાલા, સાવરકુંડલા, નવસારી, મહુઆમાં 3થી 4 ઈંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં જુલાઈ બાદ ઓગસ્ટમાં પણ વરસાદનો રાઉન્ડ ચાલુ રહ્યો છે. રાજ્યમાં સીઝનનો કુલ 24 ઈંચ વરસાદ ખાબકી ગયો છે, જેમાં કચ્છમાં 21 ઈંચ, ઉત્તર ગુજરાતમાં 19 ઈંચ, મધ્ય ગુજરાતમાં 20 ઈંચ, સૌરાષ્ટ્રમાં 18 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં 50 ઈંચ વરસાદ થયો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page