બનાસકાંઠા: આજણાં સમાજની યુવતીઓ જાહેરમાં લીધી અનોખી પ્રતિજ્ઞા

Feature Right Gujarat

પાલનપુર: પાલનપુરમાં આજણાં સમાજની યુવતીઓ સમાજ બહાર પ્રેમલગ્ન ન કરે તે માટે રવિવારે સેમિનાર દરમિયાન સંકલ્પો લેવડાવવામાં આવ્યા હતા. જે પરિવારમાં વર્ષો સુધી જોડે રહેનાર અચાનક કોઇને જાણ કર્યા વગર સમાજ બહાર અજાણ્યા સાથે સંસાર ન માંડે તે માટે આંજણા સમાજની એક સંસ્થા દ્વારા પ્રેમલગ્ન અટકાવવા અભિયાન હાથ ધરાયું છે.

પાલનપુરમાં સંત શ્રીરાજારામ ગુરુકુળ વિદ્યાલયમાં અર્બુદા મહિલા વિકાસ ફાઉન્ડેશન દ્વારા ચૌધરી સમાજની દીકરીઓ માટે સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં બીજા સમાજમાં લગ્ન ન કરવાના સંકલ્પો લીધા હતાં. આ ઉપરાંત સમાજની દીકરીઓને સમાજની સાચી ઓળખ અને એમની સમાજ પ્રત્યેની જવાબદારી શું છે? એનું માર્ગ દર્શન આપવામાં આવ્યું હતું.

અર્બુદા મહિલા વિકાસ ફાઉન્ડેશના પ્રમુખ અવનીબેન ચૌધરીએ જણાવ્યું હતું કે, આજણાં સમાજની યુવતીઓ પાસે સમાજ બહાર પ્રેમલગ્ન ન કરે તે માટે સંકલ્પો લેવડાવવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં યુવતીઓ બીજી કાસ્ટમાં બહુ જ લગ્ન કરે છે. પાછળ જતાં દુઃખી થતાં હોય છે અમે કોઈને બળજબરીપૂર્વક સેમિનારમાં બોલાવતાં નથી.

આંજણા સમાજની દીકરીઓએ લીધેલ શપથનો વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ કહી રહી છે કે, હું મા અર્બુદાની સાક્ષીએ કહું છું કે, જો મને બીજા સમાજમાં લગ્ન કરવાનું થશે તો અહીં પધારેલા આયોજકોને વાત કરી તેનો નિકાલ લાવી કોઈપણ સંજાગોમાં હું મારા સમાજ સિવાય બીજા કોઈ સમાજમાં લગ્ન નહીં કરું. એ હું અર્બુદાના સંતાન તરીકે, મારા મા-બાપના સંતાન તરીકે આજે વચનબદ્ધ અને કટીબદ્ધ કરું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *