Tuesday, April 9, 2024
Google search engine
HomeFeature Rightગુજરાતમાં આગામી 3 દિવસમાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી?

ગુજરાતમાં આગામી 3 દિવસમાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી?

અમદાવાદ: ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી ભારેથી હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમામે, દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે જ્યારે સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ નોંધાય તેવી શક્યતા છે.

એરસાયક્લોન સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદ ખાબકશે. ગુજરાત સહિત દેશના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જે હાલ છેલ્લા બે-ત્રણ દિવસથી સારો વરસાદ વરસાવી રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલી અને સેલવાસમાં સારો વરસાડ ખાબક્યો છે તેવું હવામાન વિભાગના ડિરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું.

હવામાન વિભાગના આગાહી મુજબ ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વાર એલર્ટ જાહેર કરવામાં આવ્યા બાદ તમામ જગ્યાએ સરકાર સહિત ટીમોને એલર્ટ કરી દેવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page