Monday, April 15, 2024
Google search engine
HomeNationalયોગ્ય કે અયોગ્ય? લગ્ન પહેલાં પિતાનું નિધન, ઈચ્છા પૂરી કરવા દીકરાએ પાર્થિવ...

યોગ્ય કે અયોગ્ય? લગ્ન પહેલાં પિતાનું નિધન, ઈચ્છા પૂરી કરવા દીકરાએ પાર્થિવ દેહની સામે ફર્યાં સાત ફેરા

ચેન્નાઈઃ તમિલનાડુના વિલ્લુપુરમમાં દીકરાના લગ્ન પહેલાં પિતાનું નિધન થઈ ગયું હતું. જોકે, તેમની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે દીકરાએ પિતાના પાર્થિવ શરીર સામે જ સાત ફેરા ફર્યાં હતાં. આ ઙટના ટિંડિવનમ વિસ્તારના સિંગનૂર ગામની છે.

અચાનક પિતાનું નિધનઃ
31 વર્ષીય ડી એલેક્ઝેન્ડરના લગ્ન 2 સપ્ટેમ્બરના રોજ નક્કી થયા હતાં. શુક્રવાર (9 ઓગસ્ટ)ના અચાનક એલેક્ઝેન્ડરના પિતા દેવમણીનું નિધન થયું હતું. દેવમણી દીકરાના લગ્નને લી ઘણાં જ ખુશ હતાં અને તૈયારીઓમાં વ્યસ્ત હતાં. તેમની ઈચ્છા હતી કે દીકરાના ધામધૂમથી લગ્ન કરે. જોકે, અચાનક તેમના નિધનથી પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. આ સમય દરમિયાન દીકરાએ નિર્ણય લીધો કે તે પિતાના અંતિમ સંસ્કાર પહેલાં લગ્ન કરીને પિતાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરશે.

દુલ્હન તૈયાર થઈઃ
એલેક્ઝેન્ડરે ભાવિ પત્ની અન્નપૂર્ણાની (27)ને વાત કરી. અન્નપૂર્ણાની સ્કૂલમાં ટીચર છે અને તેણે ભાવિ પતિનો પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો. બંને પક્ષોએ લગ્નની તૈયારી શરૂ કરી અને જાન કાઢવામાં આવી હતી.

જાનમાં આવ્યા મૃતક પિતાઃ
દેવમણીના પાર્થિવ દેહને પણ જાનમાં લઈ જવામાં આવ્યો હતો. જાન માટે પહેલાં દેવમણીના પાર્થિવ દેહને નવડાવીને નવા કપડાં પહેરાવ્યા હતાં. જાનમાં પાર્થિવ દેહ સાથે ફોટો પણ પડાવવામાં આવ્યા હતાં. શુક્રવારે લગ્ન કર્યાં અને પછી બીજા દિવસે એટલે કે શનિવારે દેવમણીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.

RELATED ARTICLES

4 COMMENTS

  1. I engaged on this casino platform and succeeded a considerable amount, but later, my mom fell sick, and I required to withdraw some funds from my casino account. Unfortunately, I encountered problems and was unable to withdraw the funds. Tragically, my mother died due to such online casino. I request for your help in bringing attention to this site. Please support me to obtain justice, so that others do not undergo the pain I am going through today, and stop them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page