Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratઅમદાવાદ: ગુજરાતી આલ્બમ ‘હાથમાં છે વ્હિસ્કી ને આંખોમાં પાણી’નો Heroને પોલીસે ઝડપી...

અમદાવાદ: ગુજરાતી આલ્બમ ‘હાથમાં છે વ્હિસ્કી ને આંખોમાં પાણી’નો Heroને પોલીસે ઝડપી પાડ્યો

અમદાવાદ: ફેમસ ગુજરાતી આલ્બમ અને સોંગ ‘હાથમાં છે વ્હીસ્કી ને આંખમાં છે પાણી’, ‘બેવફા સનમ તારી બહુ મહેરબાની’નો અભિનેતા તેના મિત્રો સાથે નશામાં ધૂત હાલતમાં સ્કોર્પિયો કારમાંથી ઝડપાયો હતો. સ્કોર્પિયો કાર પ્રેમમાં પણ ભૂલો પડ્યો ભગવાન ગીતના શૂટીંગમાં વપરાઈ હતી.

વસ્ત્રાપુર પોલીસે એસજી હાઈવે પર દારૂ પીને કાર ચલાવવી, કારમાંથી દારૂની બોટલ મળી આવવી તેમજ નશો કરવા અંગે ત્રણ ગુના દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના વસ્ત્રાપુર પોલીસે પેટ્રોલીંગ દરમિયાન એસજી હાઈવે ટીજીબી સર્વિસ રોડ પર સ્કોર્પિયો કારમાં બેસીને લવારી કરતાં બે યુવકોને ઝડપી પાડ્યા હતાં. તે દરમિયાન પોલીસને કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. જેના પગલે પોલીસે સમર્થ કિરણ શર્મા અને દિપક મોહન પુરોહીતની ધરપકડ કરી છે.

આરોપી સમર્થ ગુજરાતી ફિલ્મ આલ્બમનો અભિનેતા તરીકે જાણીતો ચહેરો છે. જેમાં ‘હાથમાં છે વ્હીસ્કી’ ગુજરાતી આલ્બમને કારણે તે ખૂબ પ્રચલિત ચહેરો બની ગયો છે. પોલીસે આરોપીને ઝડપી પાડતા તે છોડવા કગરતો હતો. જોકે, પોલીસે લવારી કરતાં આરોપીને છોડવાનો નનૈયો ભણ્યો હતો.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the galaxy of wonder! ? The thrilling content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exciting insights! #MindBlown Dive into this thrilling experience of knowledge and let your thoughts fly! ? Don’t just read, savor the thrill! ? ? will be grateful for this thrilling joyride through the worlds of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page